• Home
  • News
  • એપ્રિલ-જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીમાં સોનાની આયાત 9 ટકા ઘટીને 24.64 અબજ ડોલર થઈ
post

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં 1.74 લાખ કરોડ રૂપિયાના સોનાની આયાત થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:05:35

નવી દિલ્હીઃ ચાલુ ખાતાની ખાધ (CAD) પર અસર કરનાર મુખ્ય ઘટક સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી અવધિમાં 9 ટકા ઘટી છે. આ અવધિ દરમિયાન 24.64 અબજ ડોલર એટલે કે 1.74 લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા સોનાની આયાત થઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે સોનાની ઓછી આયાતથી દેશની વ્યાપાર ખાધમાં ઘટાડો થયો છે અને તે ગત વર્ષની સમાન અવધીમાં 163.27 અબજ ડોલરની તુલનામાં ઘટી 133.27 અબજ ડોલર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2018-19માં એપ્રિલથી જાન્યુઆરી વચ્ચે 27 અબજ ડોલરના સોનાની આયાત થઈ હતી, જે ચાલુ નાણાકીય વર્ષમાં ઘટી 24.64 અબજ ડોલર થઈ ગઈ છે. સોનાની આયાતમાં ગત વર્ષના જુલાઈ બાદ સતત ઘટી રહી છે.

ભારત સોનાની આયાત કરતો સૌથી દેશ
ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. અહીં તેની સૌથી વધારે માંગ જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં રહે છે. જો સોનાના પ્રમાણ અંગે વાત કરવામાં આવે તો ભારત પ્રત્યેક વર્ષ 800થી 900 ટન સોનાના આયાત કરે છે. આયાતને લીધે વધી રહેલી વેપાર ખાધ અને CAD ને ઓછી કરવા માટે સરકારે વર્ષ 2019માં સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકાથી વધારી 12.50 ટકા કરી હતી. ઉદ્યોગ સાથે સંકડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ સેક્ટરને લગતા કારોબારીઓએ વધારે ઈમ્પોર્ટ ડ્યુટીને લીધે તેમની મેન્યુફેક્ચરિંગ પડોશી દેશોમાં શિફ્ટ કરી રહ્યા છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post