• Home
  • News
  • સરકારે સંસદમાં જણાવ્યું- ચંદ્રની સપાટીથી 500 મીટર ઉપરથી વિક્રમે હાર્ડ લેન્ડિંગ કર્યું
post

સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું કે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ એટલે થયું નથી, કારણ કે નક્કી પેરામીટર પ્રમાણે તેની ગતિ ધીમી થઈ શકી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-21 14:52:48

નવી દિલ્હીઃ સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું કે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ એટલે થયું નથી, કારણ કે નક્કી પેરામીટર પ્રમાણે તેની ગતિ ધીમી થઈ શકી નથી. ચંદ્રથી લગભગ 500 મીટરની ઉંચાઈથી વિક્રમે હાર્ડ લેન્ડિંગ કર્યું. 7 સપ્ટેમ્બરે વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફટ લેન્ડિંગ કરવાનું હતું, જોકે તેમાં તે નાકામ રહ્યું હતું. વિક્રમનું હજી સુધી કઈ જાણવા મળ્યા નથી.

લોકસભામાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે લેન્ડિંગ કરાવવામાં આવે તે પહેલાના ફેઝમાં વિક્રમ ચંદ્રમાંથી 30 કિમીથી 7.4 કિમી ઉંચાઈ પર આવે ત્યાં સુધી બધુ બરાબર હતું. આ દરમિયાન વિક્રમની ગતિ પણ 1683 મીટર પ્રતિ સેકન્ડથી ઘટીને 146 મીટર પ્રતિ સેકન્ડે આવી ગયું હતું. સિંહની પાસે અંતરિક્ષ વિભાગની પણ જવાબદારી છે.

સિંહે જણાવ્યું કે બીજા તબક્કા દરમિયાન વિક્રમની ગતિ નક્કી ગતિથી વધુ હતી. લેન્ડરના આ અસામન્ય વ્યવહારના કારણે આ સ્થિતિમાં ફેરફાર આવ્યો, જે અંતર્ગત સોફ્ટ લેન્ડિંગ થનાર હતું. પરિણામે ચંદ્રથી માત્ર 500 મીટરની ઉચાઈ પર સ્થિત વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું. આ વાતને બાદ કરતા ચંદ્રયાનનું લોન્ચિંગ, તેની કક્ષા બદલાવવી, લેન્ડરનું ઓર્બિટરથી અલગ થવું, ડી-બૂસ્ટિંગ જેવી ઘણી વસ્તુઓમાં અમને સફળતા મળી.
ચંદ્રયાન-2 ઓર્બિટમાં પહોંચ્યા બાદ તમામ 8 તબક્કામાં તેમાં ઉપલબ્ધ ડેટા મુજબ જ કામ થયું. અમે જે રીતે લોન્ચિંગ કર્યું અને ચંદ્રાયાન-2એ ઓર્બિટ બદલી, તેનાથી મિશનની લાઈફ 7 વર્ષ સુધી વધી ગઈ છે.

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ 27 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 પર પોતનો રિપોર્ટ રજૂ કર્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું હાર્ડ લેન્ડિંગ થયું. એજન્સીએ આ જગ્યાની કેટલીક તસ્વીર પણ બહાર પાડી, જ્યાં વિક્રમનું લેન્ડિંગ થનાર હતું. જોકે વિક્રમ ક્યાં પડી ગયું તેની માહિતી મળી નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ચંદ્ર પર રાત થઈ ચુકી છે, આ કારણે મોટા ભાગે સપાટી પર પડછાયા જ જોવા મળી રહ્યાં છે. એવામાં એવું બની શકે છે કે લેન્ડર કોઈ પડછાયામાં છુપાઈ ગયું હોય.

 

adv

Related News

post
post
post
post
post
post
post