• Home
  • News
  • માર્ગ પરિવહન મંત્રાલયનું જાહેરનામું / દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનાર માટે પકડવા હેન્ડલ અનિવાર્ય
post

દેશમાં કુલ 21 કરોડ વાહનોમાં 14 કરોડ દ્વિચક્રી વાહનો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-28 09:18:25

નવી દિલ્હી: દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનારને પકડવા માટે હેન્ડલ અનિવાર્ય કરાયું છે. અકસ્માત ઓછા કરવા માર્ગ પરિવહન મંત્રાલયે અનેક પરિવર્તનનો નિર્ણય લીધો છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. તેને લાગુ કરવા દ્વિચક્રી વાહન કંપનીઓને દોઢ વર્ષનો સમય અપાયો છે. જાન્યુઆરી 2022થી દ્વિચક્રી વાહનોમાં આ તમામ પરિવર્તન અનિવાર્ય હશે. દેશમાં કુલ 21 કરોડ વાહનોમાં 14 કરોડ દ્વિચક્રી વાહનો છે. તેઓ જ સૌથી વધુ અકસ્માતનો ભોગ બનતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

આ પરિવર્તન થશે

·         પાછળ બેસનાર માટે હેન્ડલ અનિવાર્ય જેથી ઝટકો લાગે ત્યારે તે એકાએક ઉછળી ન પડે

·         જમણી તરફના પૈડાને કવર કરવાનું રહેશે જેથી સાડી, દુપટ્ટો કે કોઈ કપડું ફસાય નહીં.

·         સાઈડ સ્ટેન્ડ ગોળાકાર કરાશે. ઘણીવાર સાઈડ સ્ટેન્ડ રહી જવાથી વળાંક સમયે સંતુલન ખોરવાય છે.

·         ફૂટરેસ્ટ પણ નિશ્ચિત માપના હશે. દરેક વાહનમાં સમાન પેટર્ન.

·         ડિલિવરી બોક્સની સાઈઝ પણ નિશ્ચિત કરાશે. બોક્સની લંબાઈ 550 મિમી, પહોળાઈ 510 મિમી, ઊંચાઈ 500 મિમી હોવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post