• Home
  • News
  • હાર્દિક પંડ્યાએ પત્ની નતાશાને બર્થડે સરપ્રાઈઝ આપી, બેગ શેપની સ્પેશિયલ કેક કટિંગમાં ટીમ ઈન્ડિયા જોડાઈ
post

અમદાવાદની હયાત રેજન્સીમાં ટીમ ઈન્ડિયા સાથે હાર્દિકે પત્ની નતાશાની બર્થ-ડે સેલિબ્રેશન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 09:59:07

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા પંડ્યાને બર્થ-ડે સરપ્રાઈઝ આપી હતી. હાર્દિકે બેગ શેપની સ્પેશિયલ કેક બનાવડાવીને જન્મદિવસની હોટલ હયાત રેજન્સીમાં ઉજવણી કરી હતી. કેક કટિંગમાં ટીમ ઈન્ડિયા પણ જોડાઈ હતી.

બાયોબબલને કારણે હોટલમાં જ ઉજવણી
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટમેચ યોજાઈ રહી છે. સાથે બંન્ને ટીમ વચ્ચે 5 T20 મેચની સિરીઝ પણ યોજાવાની છે. જેને લઈને બંને ટીમ અમદાવાદની હોટલ હયાત રેજન્સીમાં 1 મહિનો રોકવાની છે. ત્યારે ઇન્ડિયન ટીમની સાથે તેમની ફેમિલી પણ હયાત હોટલ રોકાઈ છે. સાથે બાયોબબલના કારણે બંને ટીમ ક્યાંય બહાર જઈ શકે એમ નથી. ત્યારે આજે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની બર્થડેની ઉજવણી પણ હોટલમાં જ કરવામાં આવી છે. આ ઉજવણી માટે નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્દિકે નતાશાને ફ્લાવર્સ બુકે આપ્યું
નતાશાની બર્થ-ડેનું સેલિબ્રેશન હોટલના રિસેશનલ એરિયામાં કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પંડ્યાએ નતાશા માટે સ્પેશિયલ બેગના શેપમાં કેક તૈયાર કરાવી હતી. સાથે તેને ફેવરિટ ફ્લાવર્સનું બુકે પણ તેના માટે તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ અને તેમની ફેમિલીના મેમ્બર અવ મળીને નતાશા માટે અલગ-અલગ કેક પણ તૈયાર કરાવી હતી. સાથે તેણે નતાશાને ફ્લાવર્સ આપ્યા હતા અને કેક કટિંગ કર્યું હતું.

હાર્દિકે હયાતના શેફને કેક ઓર્ડર કર્યો
નતાશા માટે હોટલ હયાતના શેફને સ્પેશિયલ કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સાથે તમામ લોકોએ નતાશા કેક ખવડાવીને તેની બર્થ-ડેનું સેલિબ્રેશન કર્યું હતું. સામાન્ય રીતે દરરોજ પ્લેયર્સ અને તેમની ફેમિલી રૂમમાં જ જમવાનું ઓર્ડર કરતાં હોય છે પણ આજે તમામ લોકોએ આ સેલિબ્રેશન બાદ આ રેસિશનલ એરિયામાં જ ભેગા મળીને જમ્યા હતા. કૃણાલ પંડ્યાની પત્ની પંખુડીનો પણ આજે બર્થ-ડેઆજે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની સાથે તેના ભાઈ કુણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માની પણ બર્થ-ડે છે. જોકે દર વર્ષે તેઓ તેમની ફેમિલી સાથે ભેગા મળીને બર્થ-ડે મનાવતા હોય છે પણ કુણાલ પંડ્યા આ વખતે હાર્દિક પંડ્યા સાથે ન હોવાથી તે પોતાની પત્નીની બર્થડે મનાવી શક્યા ન,હીં પરંતુ તેણે સોશિયલ મીડિયા પર બર્થ-ડેની શુભેચ્છા પાઠવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post