• Home
  • News
  • 10 વર્ષમાં સ્વાસ્થ્ય બજેટ 175% અને દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર સરકારી ખર્ચ 166% વધ્યો, તેમ છતાં 10 વર્ષમાં 2.5 લાખ લોકોએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો
post

2011-12માં આપણું હેલ્થ બજેટ 24,355 કરોડ રૂપિયા હતા, 2020-21માં વધીને 67,112 કરોડ રૂપિયા થઈ ગયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 10:47:02

કોરોના વાઈરસ ફક્ત આપણા દેશમાં જ નહીં, પણ આખી દુનિયાની હેલ્થ સિસ્ટમ માટે પડકારજનક બની ગયું છે. પડકાર એટલા માટે કારણ કે આનાથી હવે માત્ર આપણા દેશમાં જ 1.20 લાખ લોકો સંક્રમિત થયા છે અને સાડા 3 હજાર લોકોના મોત થયા છે.જ્યારે દુનિયાભરમાં આ વાઈરસથી 52 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 3.3 લાખથી વધારે લોકોના મોત થયા છે. 

 

 આપણા દેશમાં કોરોના વાઈરસનો પહેલો દર્દી 30 જાન્યુઆરીએ મળ્યો હતો. તેના બે દિવસ પછી જ આપણું બજેટ આવ્યું. આ વખતે હેલ્થ બજેટ ગત વર્ષની સરખામણીએ 4 ટકા વધારે હતું. 2019-20માં હેલ્થ માટે સરકારે 64 હજાર 609 કરોડ રૂપિયા રાખ્યા હતા. જ્યારે 2020-21માં 67 હજાર 112 કરોડ રૂપિયા હતા.  છેલ્લા 10 વર્ષમાં જ આપણા હેલ્થ બજેટમાં 175 ટકાનો વધારો થયો છે. તેમ છતા આપણા અહીંયા હેલ્થ પર કુલ જીડીપીનો 2%થી પમ ઓછો ખર્ચાય છે. જ્યારે ચીનમાં કુલ જીડીપીનો 3.2 ટકા, અમેરિકામાં 8.5 ટકા અને જર્મનીમાં 9.4 ટકા ખર્ચ હેલ્થ પર થાય છે.

 

દરેક વ્યક્તિની હેલ્થ પર સરકાર વાર્ષિક 1657 રૂપિયા જ ખર્ચે છે
 નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2019ના જણાવ્યા પ્રમાણે, 2017-18માં કેન્દ્ર સરકારે લોકોની હેલ્થ પર જીડીપીનો 1.2 ટકા જ ખર્ચ્યો હતો. 2009-10માં સરકારે દરેક વ્યક્તિની હેલ્થ પર વાર્ષિક માત્ર 621 રૂપિયા જ ખર્ચ કર્યો હતો. જ્યારે 2017-18માં આ ખર્ચ 166% વધીને 1657 રૂપિયા થઈ ગયો હતો.આ રીતે જોવામાં આવે તો સરકાર દરેક વ્યક્તિની હેલ્થ પર રોજ માત્ર 4.5 રૂપિયા ખર્ચે છે. સાથે જ નેશનલ હેલ્થ એકાઉન્ટ 2016-17માં એક અલગ માહિતી મળી હતી. જેના જણાવ્યા પ્રમાણે, 2016-17માં કેન્દ્ર-રાજ્ય સરકાર સિવાય લોકોને વર્ષમાં પોતે જ પોતાના ખિસ્સામાંથી 3 લાખ 40 હજાર 196 કરોડ રૂપિયા હેલ્થ પર ખર્ચ કર્યા હતા. એ પ્રમાણે જોવા જઈએ તો દરેક વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી હેલ્થ પર 2,570 રૂપિયા ખર્ચ્યા હતા. લોકોની હેલ્થ પર 2017-18માં 37% કેન્દ્ર અને 67% રાજ્ય સરકારે ખર્ચ કર્યો હતો.
 

હેલ્થ બજેટ પણ વધ્યું, હેલ્થ પર ખર્ચો પણ વધ્યો, તેમ છતા પણ 10 વર્ષમાં 2.5 લાખ આપઘાતના કેસ 
 છેલ્લા 10 વર્ષમાં સરકારે હેલ્થ બજેટમાં લગભગ દોઢ ગણો વધારો કર્યો છે. જ્યારે દરેક વ્યક્તિના હેલ્થ  પર થતો ખર્ચ પણ દોઢ ગણાથી વધારે વધારાયો છે. ત્યારબાદ પણ 10 વર્ષમાં 2.48 લાખ લોકોએ માત્ર બિમારીથી હેરાન થઈને આત્મહત્યા કરી લીધી છે. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે કે NCRBના આંકડાના જણાવ્યા પ્રમાણે, 2009 થી 2018 વચ્ચે આ 10 વર્ષમાં 2.48 લાખથી વધારે લોકોએ માત્ર એટલા માટે આત્મહત્યા કરી લીધી, કારણ કે તે બિમારીથી હેરાન હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post