• Home
  • News
  • દુર્લભ પટેલ આપઘાત કેસ:બચાવ પક્ષની દલીલ: સુસાઇડ નોટમાં નથી એ નામ પોલીસ FIRમાં કેવી રીતે આવ્યાં, સુનાવણી દરમિયાન અર્ણબ ગોસ્વામીના કેસને ટાંકીને પર્સનલ લિબર્ટી અંગેની દલીલ કરાઈ
post

સુસાઇડ નોટમાં વિજય શિંદે અને મુકેશ કુલકર્ણીના નામનો ઉલ્લેખ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-05 13:29:12

દુર્લભ પટેલ આપઘાત કેસમાં આજે શુક્રવારે 5 આરોપી તરફ કરાયેલી જામીન અરજી પર દલીલો થઈ હતી, જેમાં બચાવ પક્ષનું કહેવું હતું કે ચાર્જશીટમાં દુર્લભ પટેલની કોલ-ડિટેઇલ રજૂ કરાઈ નથી, જો એ રજૂ કરવામાં આવે તો આપઘાત અગાઉ તે કોના સંર્પકમાં હતા અને કયાં કારણોસર અને કઇ જમીનના વિવાદ માટે આપઘાત કર્યો એ વાત સપાટી પર આવી હોત. ઉપરાંત આઇટીની ટેક્સ લાયાબિલિટીની જે વાત છે એ કેસ તો હાલ અપીલમાં છે, એટલે ટેક્સની જવાબદારી આવી પડી એવું કહી શકાય નહીં. આ ઉપરાંત સુસાઇડ નોટમાં જે નામો નથી એ એફઆઇઆરમાં કયાં કારણોસર આવ્યાં એ અંગે પણ સવાલો ઊભા કરાયા હતા. હવે શનિવારના રોજ બચાવ પક્ષ દલીલો પૂરી કરશે અને સંભવત: સરકાર પક્ષે દલીલો કરવામાં આવશે.

દુર્લભ પટેલ દ્વારા પિસાદની જમીનના દસ્તાવેજ કરાવી આપવાનું દબાણ કરાતાં આપઘાત કરી લીધો હોવાના સંદર્ભની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 11 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં આરોપી એવા રાંદેર પોલીસ મથકના પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા, કિરણસિંહ, અજય ભોપાલા ઉપરાંત વિજય શિંદે અને મુકેશ કુલકર્ણી દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે જે ચાર્જશીટ રજૂ કરાઈ છે એમાં દુર્લભ પટેલની કોલ-ડિટેઇલ નથી, સાથે અર્ણબ ગોસ્વામીના કેસને ટાંકીને પર્સનલ લિબર્ટી અંગેની પણ દલીલ કરાઈ હતી.

આ ઉપરાંત કરવામાં આવેલી દલીલો
સુસાઇડ નોટમાં વિજય શિંદે અને મુકેશ કુલકર્ણીના નામનો ઉલ્લેખ નથી. આ બંને તો ફરિયાદી પક્ષ સાથે હતા, જો મરનારને કોઈ ગ્રિવેન્સ હોય અને તેઓ અગાઉથી બંનેને ઓળખતા પણ હોય તો નામ કેમ ન લખાવ્યું, પરંતુ જ્યારે ફરિયાદની વાત આવે ત્યારે નામ હોય છે તો આ વિરોધાભાસ કેમ. જો ખરેખર કોઇ તકરાર હોય તો સુસાઇડ નોટમાં નામ હોય.

 

adv

Related News

post
post
post
post
post
post
post