• Home
  • News
  • કેન્દ્રએ કહ્યું - નોકરી જશે તો 3 મહિનાનો અડધો પગાર મળશે, 2.62 લાખ બેરોજગાર થયા પણ લાભ ફક્ત 862ને મળ્યો
post

કેન્દ્રે કોરોના કાળ માટે અટલ કલ્યાણ યોજના રજૂ કરી હતી, ઇએસઆઈસી હંમેશા નિરાશા જ આપે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 09:24:20

કોરોનાકાળ દરમિયાન નોકરી ગુમાવી હોય તો ત્રણ મહિના સુધી અડધો પગાર મળશે. કેન્દ્ર સરકારે ઈએસઆઈસી(અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના) હેઠળ આ જાહેરાત કરી હતી. પણ ગુજરાતમાં તેનો કોઈ ફાયદો જોવા મળ્યો નથી. આંકડા જણાવે છે કે ગત 8 મહિનામાં 2.62 લાખ લોકોએ નોકરી ગુમાવી પણ કેન્દ્રની યોજનાનો લાભ ફક્ત 0.32 ટકા એટલે કે 862 લોકોને જ મળ્યો. જોકે તેના માટે અરજી 1561થી વધુ લોકોએ કરી હતી પણ અડધી રિજેક્ટ થઈ કેમ કે નોકરી ગુમાવનારા એ સાબિત ન કરી શક્યા કે તે બેરોજગાર થઈ ગયા છે.

બેરોજગાર લોકો વધારે સંખ્યામાં અરજી કરે
નાના કર્મચારીઓની સુરક્ષા માટે બનેલ ઈએસઆઈસીથી નિરાશા કોઈ નવી વાત નથી. આમ પણ ફેક્ટરીઓ, કંપનીઓ, શોરુમ પોતાના કર્મચારીઓની સંખ્યા ઓછી બતાવી ઈએસઆઈસીનો લાભ આપતી નથી. કોરોના કાળમાં જે રજિસ્ટર્ડ છે અને જેમણે પગારથી હપ્તા ભર્યા તેમને પણ ફાયદો નથી મળી રહ્યો. ઈએસઆઈસીના એડીશનલ કમિશનર અને રિજનલ ડિરેક્ટર રત્નેશ કુમાર ગૌતમે જણાવ્યું કે અમે જાહેરાત, હોર્ડિંગ્સ, હેલ્પ ડેસ્ક, બ્રાન્ચને જાણકારીઓ પણ આપી છે. અમારો પ્રયાસ તમામ અરજદારોને ચૂકવણી કરવાનો છે પણ અમે ત્યારે જ મદદ કરી શકીશું જ્યારે બેરોજગાર લોકો વધારે સંખ્યામાં અરજી કરે અને જરૂરી પુરાવા ઉપલબ્ધ કરાવે.

16 લાખ કર્મચારી જ ESICમાં રહ્યાં
ડાયમંડ તથા ટેક્સટાઈલના ગઢ સૂરતમાં જ આશરે 20 લાખ મજૂર છે પણ રાજ્યભરમાં ઈએસઆઈસીમાં માત્ર 18 લાખ કર્મચારી જ રજિસ્ટર્ડ છે. તેમાં પણ 2,06,239 લોકોના હપ્તા એપ્રિલથી જુલાઈ દરમિયાન બંધ થઈ ગયા એટલે કે આ લોકોએ નોકરી ગુમાવી હતી. એટલે હવે ફક્ત 16 લાખ કર્મચારી જ ઈએસઆઈસીમાં રહી ગયા છે.

બેરોજગારોની તુલનાએ 1%ને પણ લાભ ન મળ્યો

ક્ષેત્ર

નોકરી ગુમાવી

અરજદારો

રિજેક્ટ

ફાયદો

ચૂકવણી (લાખ)

અમદાવાદ

1,50,672

898

367

403

57.79

સૂરત

33,829

201

32

76

10.37

વડોદરા

20,150

120

36

72

9.97

ભાવનગર

57,386

342

10

311

41.48

કુલ

2,62,037

1561

561

862

119.61

નોકરી ગુમાવી પણ બેરોજગારી સાબિત કરવી સંભવ નથી
મજૂર યુનિયનો તથા કર્મચારી સંઘ કહે છે કે કેન્દ્રની યોજના કાગળો પર રહી ગઈ છે. નોકરીદાતાઓએ કર્મચારીઓને રિલીવિંગ લેટર કે એવા કોઈ પુરાવા ન આપ્યા.

માર્કેટ ખૂલ્યું જ નહીં, રિલીવિંગ લેટર ક્યાંથી મળે?
સુરતના જગદીશ સોનવણે ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતા હતા. તેમને પગાર ઉપરાંત સાડી પેકિંગના પૈસા મળતા હતા. ESIC, PF કપાતું હતું. કોરોનાને લીધે માર્કેટ બંધ થઈ ગયું હતું. તેના લીધે સોનવણેનો પગાર પણ અટકાવી દેવાયો. પણ કાનૂની રીતે નોકરીમાંથી કાઢ્યા નહોતા.

આ રીતે બેરોજગાર સાબિત ન થઈ શક્યા, સાઈટ જ બંધ થઇ
કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરનારા કમલેશ યાદવની પ્રોજેક્ટ સાઈટ કોરોનાને લીધે બંધ થઇ ગઈ. તેમણે સરકારની યોજના માટે અરજી કરી પણ નિયમ અનુસાર તે પોતાને બેરોજગાર સાબિત ન કરી શક્યો. ખરેખર તેની કંપનીએ સાઈટ બંધ થવાથી તેને નોકરીએ આવતા અટકાવ્યો હતો, નોકરીએથી કાઢી મૂક્યો નહોતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post