• Home
  • News
  • પોસ્ટ ખાલી / અમદાવાદ સિવિલમાં એક ડૉક્ટરના ભરોસે 15 બાળકો, 15 કલાક ડ્યૂટી કરવી પડે છે
post

18 પીઆઇસીયુમાં તેમજ 55 બાળકો એનઆઇસીયુમાં સારવાર હેઠળ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 09:30:26

અમદાવાદ: અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગમાં દરરોજ અંદાજે 180થી 200 તેમજ મહિને અંદાજે 5 હજારથી વધુ બાળકો દાખલ થાય છે. તેની સામે માત્ર 45 રેસિડેન્ટ ડોકટર હોવાથી 1 રેસિડેન્ટ ડોકટરે 15 બાળકોની સારવાર કરવાની હોય છે. પીડિયાટ્રિક વિભાગમાં નિષ્ણાત ડોકટરની 6 પોસ્ટ ખાલી છે, ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં પીડિયાટ્રિક વિભાગના 4 નિષ્ણાત ડોકટરની રાજયની અન્ય મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરી હતી. જેથી રેસિડેન્ટ ડોકટરોએ મોટેભાગે 8 કલાકને બદલે 12થી 15 કલાક સુધી ફરજ બજાવવી પડે છે.


સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ જણાવે છે કે, મંગળવારને 7 જાન્યુઆરીએ પીડિયાટ્રિક વિભાગમાં કુલ 198 બાળકો સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 18 પીઆઇસીયુમાં તેમજ 55 બાળકો એનઆઇસીયુમાં સારવાર હેઠળ છે અને 3 બાળકના મોત થયા છે. પીડિયાટ્રિક વિભાગમાં 45 રેસિડેન્ટ ડોકટરો અને 67 નર્સ રાઉન્ડ ધી ક્લોક ઉપલબ્ધ છે.

adv

Related News

post
post
post
post
post
post
post