• Home
  • News
  • અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમી સાથે બર્થ ડેના દિવસે જ હોટલમાં મારઝૂડ કરી, ઘરે જઈ પ્રેમીની પત્નીને તમામ હકીકત કહી સાથે રહેવા જીદ પકડી
post

યુવકની પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લેતા એક બાળકની માતા એવી પ્રેમિકાને સમજાવી સુરત પરત મોકલી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-15 09:44:13

અમદાવાદમાં પતિ- પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકના જન્મદિવસે પ્રેમિકા અમદાવાદ આવી હતી. બંને હોટલમાં મળ્યા હતા પરંતુ હોટલમાં ઝઘડો થતાં યુવક ઘરે આવી ગયો હતો. પ્રેમિકા ગુસ્સે થઇ યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને તેમની વચ્ચેના સંબંધોની તેની પત્નીને જાણ કરી હતી. એક બાળકની માતા એવી પ્રેમિકાએ યુવક સાથે જ રહેવાની જીદ પકડી હતી જેથી યુવકની પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને સમજાવી હતી કે તમારા બાળકનું વિચારો અને શાંતિથી વાતનું નિરાકરણ લાવો પહેલા સુરત તેમના બાળક પાસે જાઓ અને ત્યાં જઈ બંને વાતચીત કરી નિરાકરણ લાવવા સમજાવ્યા હતા.

પત્ની રિસામણે જતા પતિ એક સંતાનની માતાના પ્રેમમાં પડ્યો
અમદાવાદના પોશ ગણાતાં એવા થલતેજ વિસ્તારમાં વિજય અને સ્નેહા(નામ બદલ્યા છે)ના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. લગ્નના 6 મહિના બાદ સાસુ સાથે ઝઘડાઓ થતાં સ્નેહા પિયર રિસામણે જતી રહી હતી. એક વર્ષ સુધી રિસામણે રહેતા વિજય સાથે કોઈ વાતચીત થતી ન હતી. દરમ્યાનમાં વિજયને સુરતમાં રહેતી અને એક બાળકીની માતા એવી મમતા (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઈ હતી અને જે પ્રેમમાં પરિણમી હતી. બંને સાથે બિઝનેસ કરતા હતા. બિઝનેસ કરતા હોવાથી ઘરે આવતા જતા હતા. જો કે ઘરે કોઈને આ સંબંધો અંગે જાણ ન હતી.

હોટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો
6
મહિના પહેલા સમાધાન કરી સ્નેહા તેના સાસરીમાં પરત ફરી હતી. વિજયને મમતા સાથે સંબંધો ચાલુ હતા. વિજયનો જન્મદિવસ હોવાથી મમતા સુરતથી અમદાવાદ આવી હતી. વિજયને જબરદસ્તી હોટલમાં બોલાવ્યો હતો. હોટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને વિજય સાથે મમતાએ મારઝુડ પણ કરી હતી. જેથી વિજય ઘરે આવ્યો હતો અને મમતા ગુસ્સે થઈ વિજયના ઘરે આવી તેમની વચ્ચેના સંબંધો અંગે જાણ કરી હતી. વિજય સાથે સંબંધો ન રાખી પરંતુ સુરત જવા કહ્યું હતું પરંતુ મમતાએ વિજય સાથે જ રહેવાની જીદ પકડી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

મહિલા હેલ્પલાઈનની ટીમે પ્રેમિકાને કહ્યું એક બાળકીના માતા છો તેનું પણ વિચારો
મહિલા હેલ્પલાઈનની ટીમે સમજાવ્યુ હતું કે તમે એક બાળકીના માતા છો તેનું પણ વિચારો. આ પરિવાર તમને સુરત મુકવા આવશે. સુરત જઈ અને તમે શાંતિથી આ બાબતે વિચાર કરજો. આ પણ પરિવાર બની તમને મુકવા સુરત આવશે. સમજાવટ બાદ મમતા સુરત જવા તૈયાર થઈ હતી અને વિજયનો પરિવાર તેને સુરત મુકવા ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post