• Home
  • News
  • સાબરકાંઠાની લોકસભા બેઠક મામલે ભાજપમાં ભડકો, હજારો ભાજપના કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા
post

ભીખાજી ઠાકોરે વિનંતી કરવા છતાં પણ તેમના સમર્થકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 17:47:23

અરવલ્લી: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ભાજપે પણ પોતાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપે છેલ્લી યાદીમાં 5 નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે એક નામ રિપીટ કરી દીધું છે. તેમાંથી એક બેઠક છે સાબરકાંઠા બેઠક. આ બેઠક પર ભાજપે પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ કોઈ કારણોસર તેમને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી. જેના કારણે ભાજપે બેઠક પર ઉમેદવાર બદલવાની ફરજ પડી. ભાજપે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. જોકે આ નામ જાહેર કરતાંની સાથે જ ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ. અને જોરશોરથી નવા ઉમેદવારના નામનો વિરોધ થઈ રહ્યો છે.


કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતાં વિરોધ:

ભાજપે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપતા જ હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, 'ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી છે. કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ અપાઈ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. અહીં મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે.' કૌશલ્યા કુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકિટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ કર્યા નથી.' ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ વિરોધ શરૂ થયો છે. ભાજપના કાર્યકરોના આક્રોશ પર શોભનાબેનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'કોઈને કઈ નારાજગી હશે, આ મામલે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે અને આ નારાજગી દૂર કરીશું, હું મારા પતિ સહિત પાંચ હજાર લોકો સાથે ભાજપમાં જોડાઈ છું.'

હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છું:

સાબરકાંઠાનાં ભાજપનાં પૂર્વ ઉમેદવાર ભીખાજી કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે પોસ્ટને લઈને ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, 'હું ભાજપ છોડીને કોઈપણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી. કોંગ્રેસમાં જોડાવવાની વાત માત્ર અફવા છે.' ભીખાજીએ પોસ્ટ મુકતા કોંગ્રેસમાં જોડવાની અટકળોનો અંત આવ્યો હતો.જોકે હાલમાં જે પ્રમાણે અરવલ્લીના મેઘરજમાં વિરોધ થઈ રહ્યો છે તેણે ભાજપની ચિંતામાં વધારો કરી દીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post