• Home
  • News
  • આગામી મેચમાં ટીમ ઈન્ડિયા કરી શકે છે ત્રણ ફેરફાર- પંડ્યાના સ્થાને ઈશાન, ચક્રવર્તીના સ્થાને અશ્વિન અને ભુવનેશ્વરના સ્થાને શાર્દૂલ પર કરાશે વિચાર
post

પાકિસ્તાન સામેના પરાજયથી ઘણી ખામીઓ સામે આવી, સૌથી મોટી મુશ્કેલી એ છે કે બોલિંગમાં વિકલ્પ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-26 11:18:10

ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હારને કારણે ટીમની ઘણી ખામીઓ સામે આવી. હાર્દિક પંડ્યાની ઈજાએ તમામ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. કોઈને સમજાતું નથી કે પંડ્યા મામલે સમસ્યા શી છે? તે રવિવારની મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે ક્યારે ફરી બોલિંગ કરતો જોવા મળશે એ કોઈ જાણતું નથી. આ હારનું સૌથી મોટું કારણ ટીમ કોમ્બિનેશન રહ્યું.

ટીમ પાસે એકપણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નથી. પંડ્યા એકમાત્ર વિકલ્પ હતો, પરંતુ તેના ખરાબ પ્રદર્શને મિડલ ઓર્ડરમાં મોટો ગેપ બનાવી દીધો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રવિવારે યોજાનારી મેચમાં 3 ફેરફાર કરવા જોઈએ.

પંડ્યાના સ્થાને ઈશાન કિશન, વરુણ ચક્રવર્તીના સ્થાને આર.અશ્વિન અને ભુવનેશ્વર કુમારના સ્થાને શાર્દૂલ ઠાકુર. આ ફેરફારોનું પરિણામ જીત તો નહીં હોય, પરંતુ વિરોધી ટક્કર આપનાર પર્ફેક્ટ ઈલેવન તો રહેશે.

બીજો મુદ્દો એ છે કે જે ટીમો સારું પ્રદર્શન કરી રહી છે તેમની પાસે બોલિંગમાં ઘણા વિકલ્પ છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન. ભારત માટે મુખ્ય સમસ્યા એ છે કે તેના બેટર બોલિંગ કરી શક્તા નથી તથા બોલર બેટિંગ નથી કરી શકતા, એટલે કે આ એક અસંતુલિત ટીમ છે, જેને કારણે આટલી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ શક્ય નથી, પરંતુ આશા છે કે આ સમસ્યા ઉકેલી શકાશે.

ડાબોડી ઝડપી બોલર્સ વિરુદ્ધ ભારતીય ખેલાડીઓની તૈયારી નહોતી, 3 મોટી વિકેટ આફ્રિદીએ ઝડપી ​​​​​​
ડાબોડી ઝડપી બોલર વિરુદ્ધ આપણા ખેલાડીઓએ સારી તૈયારી નહોતી કરી. રોહિત ડાબોડી ઝડપી બોલર સામે 13 વખત, સૂર્યકુમાર 10 વખત અને વિરાટ કોહલી 9 વખત આઉટ થયા છે. રવિવારે પણ ડાબોડી ઝડપી બોલર શાહીન આફ્રિદીએ રોહિત શર્મા, લોકેશ રાહુલ અને કોહલીની વિકેટ ઝડપી હતી. કોહલીએ ઓપનિંગ કરવાની જરૂર હતી.

તેણે 18 ઓવર બેટિંગ કરી એ સરખામણીએ ઘણા ઓછા રન કર્યા. તેણે વધુ મોટી ઈનિંગ્સ રમવાની જરૂર હતી. જો તેણે ફટકારેલી બાઉન્ડરીને ના ગણીએ તો કોહલીએ 43 બોલમાં 31 રન કર્યા હતા. આ ટી-20 ફોર્મેટ પ્રમાણે ઘણો ખરાબ સ્કોર છે.

શાર્દૂલ નીચલા ક્રમને મજબૂત કરશે, તે ગત 2 વર્ષમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલરઃ અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર સંઘર્ષ કરતો જોવા મળ્યો, જેને પરિણામે બાબર અને રિઝવાને તેની વિરુદ્ધ આક્રમક બેટિંગ કરી.

ભુવનેશ્વરે આઈપીએલની 11 મેચમાં 7.97ની ઈકોનોમી સાથે માત્ર 6 વિકેટ ઝડપી હતી. જો શાર્દૂલ હોત તો તે નીચલા ક્રમને પણ મજબૂત કરત. ગત 2 વર્ષ દરમિયાન શાર્દૂલ ઠાકુરનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર પણ રહ્યો છે. તેણે 14 ઈનિંગ્સમાં 23 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન સવાલ એ છે કે ટીમ માટે બીજો સ્પિનર કોણ છે. હવે અશ્વિનની ટીમમાં સામેલ રમવાનો સમય આવી ગયો છે.

માત્ર બેટિંગના દમ પર હાર્દિકની પસંદગી ના થઈ શકે, ઈશાન ટોપ ઓર્ડરમાં કરી શકે છે બેટિંગ
હાર્દિક હાલના સમયમાં માત્ર બેટિંગના દમ પર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્તો નથી. તેણે બોલિંગ પણ કરવાની રહેશે. પાકિસ્તાન સામે અગાઉ રમેલી 5 ઈનિંગ્સમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 17 હતો. સારું એ રહેશે કે તેના સ્થાને ઈશાન કિશનને સામેલ કરવામાં આવે. ઈશાનને ટોપ ઓર્ડરમાં પણ બેટિંગ કરવા મોકલવામાં આવી શકે છે. ઈશાને પોતાની ગત 3 ઈનિંગ્સમાં 50*, 84, 70*નો સ્કોર કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post