• Home
  • News
  • કુલભૂષણ જાધવ કેસમાં ખેંચતાણ / ભારતે કહ્યું- પાકિસ્તાને જરૂરી બધા રસ્તા બંધ કર્યા, ICJના આદેશનું સતત ઉલ્લંઘન થઇ રહ્યું છે
post

પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં કુલભૂષણ જાધવને વકીલ આપવા અપીલ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-24 11:08:17

નવી દિલ્હી: કુલભૂષણ જાધવ કેસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ વધી રહી છે. ભારતના વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે કુલભૂષણ કેસમાં પાકિસ્તાને ભારત સામે કોઇ રસ્તો ખુલ્લો રાખ્યો નથી. પાકિસ્તાન લગાતાર ઇન્ટરનેશનલ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત તેના અધિકારો અંતર્ગત આગામી કાર્યવાહી અંગે વિચારી રહ્યું છે. 

અગાઉ બુધવારે પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ હાઇકોર્ટને કુલભૂષણ જાધવને વકીલ આપવા માટે અપીલ કરી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે  આ કેસમાં નિષ્પક્ષ સુનાવણી માટે તેમજ ઇન્ટરનેશનલ કોર્ટના ઓફ જસ્ટિસનો નિર્ણય લાગૂ કરવા માટે પાકિસ્તાને આ પગલું ભર્યું હતું. 

ત્રીજા કોન્સ્યુલર એક્સેસની રજૂઆત બાદ નિર્ણય લીધો
અમુક દિવસો પહેલા પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસમાં ત્રીજી કોન્સ્યુલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી કોન્સ્યુલર એક્સેસ પછી ભારતે કહ્યું હતું કે જાધવ તણાવમાં હતા. પાકિસ્તાને જાધવ અને કોન્સ્યુલર અધિકારીઓની મુલાકાત માટે જે પ્રકારની વ્યવસ્થા કરી હતી તેમાં ખુલીને વાત થઇ શકે તેમ ન હતી. ભારતે કહ્યું હતું કે જાધવ સાથે મુલાકાતમાં શરતો હતી અને તેમાં ઘણા પ્રતિબંધો હતા. 

જાધવ કેસ પર એક નજર
પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ ભારતીય ગુપ્તચર સંસ્થા રોના એજન્ટ છે. ભારત તેમને વેપારી કહે છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવને 2016માં બલુચિસ્તાનમાંથી પકડવામા આવ્યા હતા. ભારત કહે છે કે જાધવનું ઇરાનથી અપહરણ કરીને લાવવામા આવ્યા છે. 2017માં પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. ભારતે ICJમાં અપીલ કરી. ત્યાં સજાના અમલ માટે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવવામા આવ્યો હતો. પાકિસ્તાનને કોન્સ્યુલર એક્સેસ આપવા માટે કહેવામા આવ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post