• Home
  • News
  • ઈતિહાસમાં આજે:ભારતની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી જેઓએ કલ્પનાની ઉડાનને થંભવા ન દીધી
post

2009માં ગુગલ ક્રોમે OS (ઓપરેટિંગ સિસ્ટમ)ના કોડનો ખુલાસો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 12:11:20

વર્ષ હતું 1947નું. ભારત-પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતા. દેશની મોટી વસ્તી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવી રહી હતી. આ દરમાયન મુલ્તાનમાં રહેતા બનારસી લાલ ચાવલાનો પરિવાર કરનાલ આવી ગયો હતો. બનારસી લાલે અહીં આવીને કપડાં વેચવાનું શરૂ કર્યું. જે બાદ તેઓએ ટાયરનો બિઝનેસ કર્યો. તેમના ચાર બાળકો હતો.

1 જુલાઈ 1961નાં રોજ જન્મેલી સૌથી નાની દીકરીનું નામ મોન્ટો રાખવામાં આવ્યું. આ મોન્ટો જ આગળ જઈને કલ્પના ચાવલાના નામથી ફેમસ થઈ. સ્પેસમાં જનારી પહેલી ભારતીય મહિલા. પ્રાથમિક અભ્યાસ કરનાલમાં પૂર્ણ કર્યા બાદ કલ્પનાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજથી બીટેક કર્યું. પછી એરોસ્પેસમાં માસ્ટર્સના અભ્યાસ માટે તેઓ અમેરિકા જતા રહ્યાં.

1984માં એરોસ્પેસમાં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. જે પછી વધુ એક વિષય સાથે માસ્ટર્સ કર્યું અને પીએચડી કર્યું. 1988માં નાસામાં કામ કરવાનો પ્રારંભ કર્યો. 1991માં અમેરિકાની નાગરિકતા મળી ગઈ. આ વર્ષે જ નાસા એસ્ટ્રોનેટ કોર્પ્સની ટીમમાં સામેલ થયા. 1997માં અંતરિક્ષમાં જવાની તક મળી અને નાસાના સ્પેશિયલ શટલ પ્રોગ્રામનો હિસ્સો બન્યાં.

19 નવેમ્બર 1997 એટલે કે આજના દિવસે જ કલ્પનાએ પોતાનું અંતરિક્ષ મિશન શરૂ કર્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 35 વર્ષ હતી. 6 અંતરિક્ષ યાત્રિકોની સાથે તેઓએ સ્પેસ શટલ કોલંબિયા STS-87થી ઉડાન ભરી. આ મિશન દરમિયાન કલ્પનાએ 65 લાખ માઈલની મુસાફરી કરી હતી. 376 કલાક 34 મિનિટ અંતરિક્ષમાં પસાર કર્યા હતા.

જે બાદ 2003નું વર્ષ આવ્યું. આ યાત્રા કલ્પાનની બીજી પરંતુ તેમના જીવનની અંતિમ યાત્રા પુરવાર થઈ. 1 ફેબ્રુઆરી 2003નાં રોજ કોલંબિયા અંતરિક્ષ યાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરતાંની સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં સવાર કલ્પના ચાવલા સહિત 7 અંતરિક્ષ યાત્રિકોના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ નિપજ્યા.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયો હતો

વાત 19 નવેમ્બર 1828ની છે. વારાણસીમાં રહેતા મોરોપંત તાંબે અને ભાગીરથી બાઈને ત્યાં એક દીકરીનો જન્મ થયો. જેનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું. લોકો પ્રેમથી તેમને મનુ કહીને બોલાવતા હતા. પિતા મોરોપંત મરાઠા બાજીરાવની સેવામાં નિયુક્ત હતા. નાનપણમાં જ મનુની માતાનું નિધન થઈ ગયું હતું.

હવે તેમની સારસંભાળ લેવાવાળું કોઈ ન હતું. તેથી પિતા તેમને પણ પેશવા બાજીરાવ દ્વિતીયને ત્યાં લઈ જવા લાગ્યા. અહીં લોકો તેમની ચંચળતા જોઈને મનુને છબીલી બોલાવવા લાગ્યા. મનુએ શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા બંને શીખવાનું શરૂ કરી દીધું. 1842માં તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે થયા.

હવે મનુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની ગયા હતા. 1851માં તેમને એક પુત્ર થયો, પરંતુ 4 મહિનામાં જ તેનું મૃત્યુ નિપજ્યું. જે બાદ રાજા ગંગાધરની પણ તબિયત બગડી. એક પુત્રને દત્તક લેવામાં આવ્યો જેનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. 21 ડિસેમ્બર 1853નાં રોજ રાજાનું મૃત્યુ નિપજ્યું. રાજ્ય હડપવાની નીતિ અંતર્ગત બાળક દામોદર રાવ વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. જો કે કેસ ફગાવવામાં આવ્યો

બ્રિટિશ અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો. તેમના પતિના દેવાંને રાણી લક્ષ્મીબાઈના વાર્ષિક ખર્ચમાંથી કાપવાનું શરૂ કરવામાં આવ્યું. જે બાદ ઝાંસીનો કિલ્લો છોડીને લક્ષ્મીબાઈ રાણી મહેલમાં રહેવા લાગ્યા. 1857માં સમગ્ર દેશમાં અંગ્રેજી શાસનને ઉખેડી ફેંકવાની કાર્યવાહી શરૂ થઈ. જેનું કેન્દ્ર હતું ઝાંસી. જે બાદ લક્ષ્મીબાઈએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. મહિલાઓને ટ્રેનિંગ પણ આપવા લાગ્યા.

1857માં ઝાંસી પર ઓરછા અને દતિયાના રાજાઓએ આક્રમણ કર્યું પરંતુ રાણીએ તે હુમલાને નિષ્ફળ બનાવ્યો. 1858ના જાન્યુઆરીના અંતમાં બ્રિટિશ સેનાએ ઝાંસી શહેર પર કબજો કરી લીધો. પરંતુ રાણી અંગ્રેજોની ચુંગલમાંથી બચીને પોતાના પુત્ર દામોદરની સાથે ભાગવામાં સફળ રહ્યાં. તેઓ કાલપી પહોંચ્યા અને તાત્યા ટોપે સાથે મુલાકાત કરી. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાએ ગ્વાલિયરના કિલ્લા પર કબજો કર્યો. 18 જૂન 1858નાં રોજ બ્રિટિશ સરકાર સામે લડતાં-લડતાં રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ નિપજ્યું.

ભારત અને વિશ્વમાં 19 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

·         1824: રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં પૂરથી દસ હજાર લોકોના મોત નિપજ્યા.

·         1917: પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મ યુપીના અલ્હાબાદમાં થયો હતો.

·         1982: નવી દિલ્હીમાં નવમા એશિયાઈ ખેલોનો પ્રારંભ થયો.

·         1994: ભારતની એશ્વર્યા રાય પહેલી મિસ વર્લ્ડ બની.

·         1995: કર્ણમ મલ્લેશ્વરીએ વેઈટ લિફટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

·         2006: ભારતે મીડિયમ રેન્જની ન્યૂક્લિયર ક્ષમતાવાળી મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. જેના એક દિવસ પછી પાકિસ્તાને પણ આવી જ મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું.

·         2007: એમેઝોનેએ પુસ્તક વાંચવાવાળા કિંડલ ગેજેટનું વેચાણ શરૂ કર્યું હતું.

·         2009: ગુગલ ક્રોમે OS (ઓપરેટિંગ સિસ્ટમ)ના કોડનો ખુલાસો કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post