• Home
  • News
  • ઇન્દોર / ભારતે ઘરઆંગણે શ્રીલંકાને સતત છઠ્ઠી મેચમાં હરાવ્યું, કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા
post

શ્રીલંકાએ 142 રન કર્યા, ભારતે 17.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 09:24:05

ઇન્દોર : ભારતે બીજી T-20માં ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. 143 રનનો પીછો કરતા ઇન્ડિયાએ 17.3 ઓવરમાં 7 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે.

ભારતે લંકા સામે ઘરઆંગણે સતત છઠ્ઠી T-20 જીતી છે. ટીમ ઇન્ડિયા છેલ્લે તેમની સામે 2016માં પુણે ખાતે 5 વિકેટે હારી હતી. ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બંનેએ અનુક્રમે 45 અને 32 રન કર્યા હતા. તે પછી શ્રેયસ ઐયરે 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી 30 રને અણનમ રહ્યો. લંકા માટે સ્પિનર હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી.

કોહલી T-20માં સૌથી ઝડપી 1 હજાર રન કરનાર કેપ્ટન બન્યો:

ઇનિંગ્સ

કેપ્ટન

30

વિરાટ કોહલી

31

ફાફ ડુ પ્લેસીસ

36

કેન વિલિયમ્સન

શ્રીલંકાએ 143 રનનો લક્ષ્યાંક આપ્યો

શ્રીલંકાએ બીજી T-20માં ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 9 વિકેટે 142 રન કર્યા છે. તેમના ટોપ-3 બેટ્સમેન સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. કુશલ પરેરા 34 રને, આવિષ્કા ફર્નાન્ડો 22 રને અને દનુષ્કા ગુણતિલકા 20 રને આઉટ થયા હતા. ભારતના બોલર્સે ગ્રુપમાં વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે નવદીપ સૈની અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.


નવદીપ સૈનીએ 147.5 કિલોમીટરની ઝડપે યોર્કર નાખીને દનુષ્કા ગુણતિલકાને બોલ્ડ કર્યો હતો. ગુણતિલકાએ 21 બોલમાં 20 રન કર્યા હતા. તેની પહેલા આવિષ્કા ફર્નાન્ડો સુંદરની બોલિંગમાં મીડ-ઓફ પર નવદીપ સૈનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 5 ફોરની મદદથી 22 રન કર્યા હતા.


ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી :

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની બીજી T-20માં ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પ્રથમ મેચ વરસાદ (ભીની પિચ)ના લીધે રદ થઈ હતી. ઘરઆંગણે ટીમ ઈન્ડિયા 4 વર્ષથી શ્રીલંકા વિરુદ્ધ હારી નથી. ભારતે 2017માં મેદાન પર લંકાને 88 રને હરાવ્યું હતું. તે મેચમાં રોહિત શર્માએ 43 બોલમાં 118 અને લોકેશ રાહુલે 49 બોલમાં 89 રન કર્યા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post