• Home
  • News
  • ભારત અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે ‘ડે-નાઈટ ટેસ્ટ’ રમશે
post

આ વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સીરિઝ, એક ટેસ્ટ ડે નાઇટ મોડમાં રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:50:02

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની સીરિઝ દરમિયાન એક ડે-નાઈટ ટેસ્ટ રમશે. તેમજ આવતા વર્ષ ઇંગ્લેન્ડ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવશે. ત્યારે પણ ટીમ ઇન્ડિયા 5 ટેસ્ટની સીરિઝમાં અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ બંને નિર્ણય BCCIની Apex Council Committeeએ લીધા હતા.

આ કમિટી રવિવારે દિલ્હીમાં મળી હતી. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ તે બેઠકમાં હાજર રહ્યા હતા. ગાંગુલીએ અધ્યક્ષ બન્યા પછી ડે-નાઈટ ટેસ્ટને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટનું ભવિષ્ય કહ્યું હતું. તેમજ વિરાટ કોહલીએ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ પછી કહ્યું હતું કે તેને ઑસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ રમવામાં વાંધો નથી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post