• Home
  • News
  • BCCIએ તમામ ફ્રેન્ચાઈઝને કહ્યું કે, ચેમ્પિયન, રનરઅપ અને ક્વોલિફાયર્સને અર્ધી રકમ જ મળશે
post

ચેમ્પિયન ટીમને 20ની જગ્યાએ 10 કરોડ, જ્યારે રનરઅપને 12.5ની જગ્યાએ 6.25 કરોડ રૂપિયા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 12:07:32

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ ખર્ચ ઘટાડવાનાં (કોસ્ટ કટિંગ) પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચેમ્પિયનની ઇનામ રકમ 2019ની સરખામણીએ અડધી થઇ છે. BCCIએ તમામ ફ્રેન્ચાઈઝને એક સર્ક્યુલર મોકલ્યું છે, જેમાં જાણ કરવામાં આવી છે કે, "ચેમ્પિયન ટીમને 20 કરોડની જગ્યાએ 10 કરોડ રૂપિયા જ મળશે. તેમજ રનરઅપને 12.5 કરોડની જગ્યાએ 6.25 કરોડ રૂપિયા મળશે. જ્યારે બંને ક્વોલિફાયર હારનાર ટીમને 4.375 કરોડ રૂપિયા આપવામાં આવશે."

BCCIએ એક ન્યુઝ એજેન્સીને કહ્યું કે, "બધી ફ્રેન્ચાઈઝ સારી પોઝિશનમાં છે. તેઓ સ્પોન્સરશિપ દ્વારા પોતાની આવક વધારી શકે છે. તેથી પ્રાઈઝ મની ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

જોકે સ્ટેટ એસોસિયેશનને આપવામાં આવતી રકમમાં કોઈ ફેરફાર થયો નથી. તેમને IPLની મેચો હોસ્ટ કરવા માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે, જેમાંથી ફ્રેન્ચાઈઝ અને BCCI 50-50 લાખ રૂપિયાનું યોગદાન આપશે. તે ઉપરાંત BCCIના મીડ લેવલ એમ્પ્લોયને 8 કલાકથી ઓછા ફ્લાઈંગ ટાઈમ વાળી ફ્લાઇટ માટે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરવા મળશે નહીં.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post