• Home
  • News
  • રિટાયરમેન્ટ / ઈરફાન પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
post

2007માં T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ તેના કરિયરની શ્રેષ્ઠ મોમેન્ટ્સ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 10:35:36

ગુવાહાટી : ઈરફાન પઠાણે શનિવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 T-20 રમ્યો હતો અને તે દરમિયાન કુલ 301 વિકેટ લીધી હતી. તેણે 19 વર્ષની વયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ખાતે ડિસેમ્બર 2003માં ડેબ્યુ કર્યું હતું. 2006માં પાકિસ્તાન સામે ટેસ્ટ હેટ્રિક, 2007માં T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ તેના કરિયરની શ્રેષ્ઠ મોમેન્ટ્સ છે.

 

તેને ભારતના શ્રેષ્ટ ઓલરાઉન્ડર્સમાંથી એક માનવામાં આવે છે. વનડેમાં ગ્રેગ ચેપલે તેને ત્રીજા ક્રમે બેટિંગમાં પ્રમોટ કર્યો હતો. ઇરફાને 29 ટેસ્ટમાં 31.57ની એવરેજથી 1 સદી અને 6 ફિફટી સહિત 1105 રન કર્યા છે. જયારે વનડે અને T-20માં અનુક્રમે તેની એવરેજ 23.39 અને 24.57ની રહી હતી. તે પોતાની અંતિમ ટેસ્ટ 2008માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. જયારે અંતિમ વનડે 2012માં શ્રીલંકા સામે અને અંતિમ T-20 એ જ વર્ષે દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 384 વિકેટ સાથે કરિયર સમાપ્ત કર્યું છે. લિસ્ટ-Aમાં 272 અને T-20માં 173 વિકેટ લીધી છે. બરોડાનો ઈરફાન ગઈ સીઝનથી જમ્મુ કાશ્મીર માટે રમતો હતો. 35 વર્ષીય ઓલરાઉન્ડર પોતાની અંતિમ IPL મેચ 2017માં રમ્યો હતો અને તે પછીના ઓક્શનમાં વેચાયો નહોતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post