• Home
  • News
  • અવંતીપોરાના પામ્પોર વિસ્તારમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા; 3 દિવસમાં 4 આતંકી ઠાર
post

આતંકીઓ સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 11:40:26

અવંતીપોરા: જમ્મુ-કાશ્મીરમાં અવંતીપોરાના પામ્પોર વિસ્તારમાં સુરક્ષાદળોનું આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકીઓ સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. જેમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળોએ મે મહિનાના છેલ્લા સપ્તાહથી ઓપરેશન ચલાવ્યું છે. બે દિવસ પહેલા શોપિયાંના તુર્કવંગમ ગામમાં 3 આતંકી ઠાર મરાયા હતા.

અનંતનાગમાં એક આતંકીની ધરપકડ
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એક આતંકીની ધરપકડ પણ કરી છે. તેની પાસેથી હથિયાર અને વિસ્ફોટક મળ્યા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આતંકી કુલગામના રેદવાનીનો ઈમરાન ડાર છે. તે તાજેતરમાં જ આતંકી સંગઠનમાં જોડાયો હતો. 

આ મહિનામાં 28 આતંકી ઠાર મરાયા 
18
દિવસમાં આજે દસમું એન્કાઉન્ટર છે. આ પહેલા 9 એન્કાઉન્ટરમાં 28 આતંકી ઠાર મરાયા હતા. ગત દિવસોમાં પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલું નાર્કો-ટેરર રેકેટ પણ પકડાયું હતું. આ રેકેટ આતંકીઓ માટે ફંડિંગમાં મદદ કરી રહ્યું હતું.

 છેલ્લા 16 દિવસમાં 9 એન્કાઉન્ટર
1
જૂન: નૌશેરા સેક્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા, તેઓ ભારતની સરહદમાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હતા.
2
જૂન: પલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
3
જૂન: પુલવામાના હી કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
5
જૂન: રાજૌરી જિલ્લામાં કાલાકોટમાં એક આતંકવાદી ઠાર કરાયો.
7
જૂન: શોપિયાંના રેબન ગામમાં 5 આતંકી માર્યા ગયા.
8
જૂન:  શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર.
10
જૂન: શોપિયાંના સુગુ વિસ્તારમાં 5 આતંકી ઠાર.
13
જૂન: કુલગામના નિપોરા વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post