• Home
  • News
  • રંજન ગોગોઈ પછી જસ્ટિસ બોબડે હશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
post

સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેના નામની ભલામણ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 11:51:26

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેના નામની ભલામણ કરવામાં આવી છે. સીજેઆઈ રંજને ગોગોઈએ આગામી ચીફ જસ્ટિસ માટે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે. જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે 18મી નવેમ્બરના રોજ શપથ ગ્રહણ કરશે. જસ્ટિસ બોબડે 47માં મુખ્ય ન્યાયાધીશ બનશે. કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિસ બોબડે 23મી એપ્રિલ, 2021 સુધી મુખ્ય ન્યાયાધીશ રહેશે.

24 એપ્રિલ, 1956ના રોજ નાગપુરમાં જન્મેલા બોબડે સુપ્રીમ કોર્ટના જજ છે અને સાથોસાથ મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી, મુંબઈ અને મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી નાગપુરના ચાન્સેલર પણ છે. તેમના પિતાનું નામ શ્રીનિવાસ બોબડે છે. શરદ અરવિંદે નાગપુર વિશ્વવિદ્યાલયથી બીએ અને એલએલબી ડિગ્રી લીધી છે. શરદ અરવિંદ બોબડે અપર ન્યાયાધીશ તરીકે 29 માર્ચ 2000ના રોજ બોમ્બે હાઈકોર્ટની ખંડપીઠનો હિસ્સો બન્યા.

16 ઑક્ટોબર 2012ના રોજ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. 12 એપ્રિલ 2013ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ તરીકે નિમાયા હતા. જસ્ટિસ બોબડેનો કાર્યકાળ 23 એપ્રિલ 2021ના રોજ ખતમ થવા જઈ રહ્યો છે. બોબડેનો સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષનો કાર્યકાળ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post