• Home
  • News
  • કપિલ દેવે કહ્યું- કપિલ દેવે કહ્યું- પંત પ્રતિભાશાળી છે, ટીકાકારોને ખોટા સાબિત કરવા તેનું કામ છેપંત પ્રતિભાશાળી છે, ટીકાકારોને ખોટા સાબિત કરવા તેનું કામ છે
post

પંતે છેલ્લા એક વર્ષમાં 13 વનડે, 2 ટેસ્ટ અને 18 T-20માં 644 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-27 11:18:06

વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવે શનિવારે કહ્યું કે, ઋષભ પંતે પોતાના ટીકાકારોને ખોટા સાબિત કરવા પડશે. તેમણે કહ્યું કે, પંત પ્રતિભાશાળી છે. તેણે પોતે પોતાનું કરિયર સંભાળવું પડશે. તેનો એક રસ્તો છે કે તે રન બનાવે, તેમ કરીને તે લોકોને ખોટો સાબિત કરી શકે છે."

પૂર્વ કપ્તાન ઇંગ્લેન્ડમાં 1983 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત ફિલ્મ '83'ના પ્રચાર માટે ચેન્નાઇમાં હાજર છે. તેમણે કેએલ રાહુલ દ્વારા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે કરેલી વિકેટકીપિંગ અંગે કહ્યું કે, "મને વિશે ખબર નથી. તેના પર નિર્ણય લેવાનું કામ ટીમ મેનેજમેન્ટનું છે. ખેલાડીઓએ પોતાને રિવ્યુ કરવા જોઈએ અને સિલેક્ટર્સ તેમને ટીમની બહાર અથવા આરામ આપે તેવી એકપણ તક પણ આપવી જોઈએ નહીં.

કોહલીએ કહ્યું- રાહુલ આગળ પણ વિકેટકીપિંગ કરશે
મહિને ઓસ્ટ્રેલિયા સામેની મુંબઈ વનડેમાં પંતને પેટ કમિન્સનો બોલ માથામાં વાગ્યો હતો. તે પછી પંત કીપિંગ કરવા આવ્યો નહોતો. તેની જગ્યાએ રાહુલે સ્ટમ્પ પાછળ ફરજ નિભાવી હતી. રાહુલે ત્યારબાદ રાજકોટમાં પણ શાનદાર કીપિંગ કરી હતી, તેમજ 52 બોલમાં 80 રન કર્યા હતા. ધવન ઈજાગ્રસ્ત થતા રાહુલ અત્યાર કિવિઝ સામે ઓપનર તરીકે બેટિંગ કરી રહ્યો છે. જોકે તેમ છતાં પંતની વાપસી નથી થઇ. તેની જગ્યાએ મનીષ પાંડેને મિડલઓર્ડરમાં તક મળી છે.

પંતે છેલ્લા એક વર્ષમાં 13 વનડેમાં 333 રન કર્યા
પંતે છેલ્લા એક વર્ષમાં 13 વનડે, 2 ટેસ્ટ અને 18 T-20માં 23.85ની એવરેજથી 644 રન કર્યા છે. દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 71 રનનો રહ્યો છે. તેણે 2 ટેસ્ટમાં 58, 13 વનડેમાં 333 અને 18 T-20માં 253 રન કર્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post