• Home
  • News
  • રણજી ફાઇનલમાં બીજા દિવસે કેરળના કેએન અનંથ પદમનભને 34.1 ઓવર સુધી બંને એન્ડ્સથી અમ્પાયરિંગ કરી
post

કેએનના સાથી સી શમસુદીન ગઈ કાલે ઈજાગ્રસ્ત થયેલા, ફાઇનલમાં DRS હોવાથી થર્ડ અમ્પાયર એસ રવિ ગ્રાઉન્ડ પર આવી શક્યા નહોતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 09:45:02

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલતી રણજી ટ્રોફી ફાઇનલમાં બીજા દિવસે કેરળના અમ્પાયર કેએન અનંથ પદમનભન બંને એન્ડ્સથી 34.1 ઓવર સુધી અમ્પાયરિંગ કરી હતી. તેનું કારણ એ હતું કે અમ્પાયર સી શમસુદીન ગઈ કાલે ઈજાગ્રસ્ત થયા હતા. કેએન સાથે પિયુષ કક્કર સ્ટેન્ડ-ઈન અમ્પાયર તરીકે ઉભા હતા. BCCIના નિયમ અનુસાર મેચમાં અપોઈન્ટેડ ન હોવાથી પિયુષ નિર્ણય આપી શકે નહીં તેથી કેએન બંને બાજુથી અમ્પાયરિંગ કરી રહ્યા હતા. નોકઆઉટમાં ડિસિઝન રિવ્યુ (DRS) સિસ્ટમ પણ અવેલેબલ હોવાથી થર્ડ અમ્પાયર એસ રવિ ગ્રાઉન્ડ પર આવી શકે તેમ નહોતા.


યશવંત બારડે આવતીકાલેથી અમ્પાયરિંગ કરશે

લંચ બ્રેક પછી શમસુદીન સારવાર કરાવીને પરત ફર્યા હતા. તેમણે એસ રવિ સાથે રોલ એક્સચેન્જ કરતા થર્ડ અમ્પાયર અને રવિએ ત્યારબાદ ગ્રાઉન્ડ અમ્પાયર તરીકે ફરજ નિભાવી હતી. BCCIએ આગામી ત્રણ દિવસ માટે કેએનની સાથે અમ્પાયરિંગ કરવાની જવાબદારી ગોવાના યશવંત બારડેને આપી છે.


પ્રથમ દિવસના અંતિમે બોલે ઇજાગ્રસ્ત થયા
શમસુદીન ગઈ કાલે દિવસના અંતિમે બોલે વિકેટ પડી ત્યારે ઈજાગ્રસ્ત થયા હતા. ફિલ્ડિંગ ટીમે બોલ ફેંક્યો ત્યારે તેમનું ધ્યાન ન હોવાથી તેમને બોલ વાગ્યો હતો. તેમનો મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જોકે તેઓ બાકીની મેચમાં ભાગ લેશે નહીં.

 

 

પિચની પણ ટીકા થઇ ગઈ છે બંગાળના હેડ કોચ અરુણ લાલે પ્રથમ દિવસના અંતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, આ બહુ ખરાબ વિકેટ છે. બોલ બેટ પર આવતો નથી, આ ક્રિકેટ માટે સારું નથી. પહેલા દિવસે જ ડસ્ટીંગ જોવા મળી રહ્યું છે. હું એમ નથી કહેતો કે ફાઇનલ ન્યુટ્ર્લ વેન્યુ પર રમાવવી જોઈએ, પરંતુ ન્યુટ્ર્લ ક્યુરેટર તો હોય જ શકે છે. પિચ ક્યુરેટરે સારું કામ નથી કર્યું. મીડિયમ પેસરે એક સ્લીપ સાથે બોલિંગ કરી છે કારણકે બોલ સ્લીપ સુધી પહોંચી શકે તેમ છે જ નહીં, આ બહુ ખરાબ વિકેટ છે."

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post