• Home
  • News
  • કર્ણાટકની રાજ્યસભા ચૂંટણીનું પરિણામ જાહેર, કોંગ્રેસનો ત્રણ અને ભાજપનો એક બેઠક પર વિજય
post

ચાર અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને મત આપ્યા હોવાના અહેવાલ

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 19:20:13

દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર આજે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કર્ણાટકની ચાર રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થઈ ગયું છે. કર્ણાટકમાં કોંગ્રેસના અજય માકન સહિત ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે ભાજપના એક ઉમેદવારનો વિજય થયો છે.

જેડીએસના એક ઉમેવારનો પણ વિજય

કર્ણાટકમાં કોંગ્રેસ (Congress)ના અજય માકન (Ajay Maken), નાસિર હુસૈન (Nasir Hussain) અને જીસી ચંદ્રશેખર (GC Chandrashekhar)ની જીત થઈ છે, તો BJPના એક ઉમેદવાર નારાયણ બંદિગે (Narayan Bandage) અને JDSના એક ઉમેદવાર કુપેન્દ્ર રેડ્ડી (Kupendra Reddy)ની જીત થઈ છે.

કોંગ્રેસને 139 તો ભાજપને 48 મત મળ્યા

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોશ વોટિંગ પણ થયું હતું. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય એસ.ટી.સોમશેખરે ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે શિવરામ હબ્બાર મતદાનથી દુર રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપને 48 મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 139 અને જેડીએસને 35 વોટ મળ્યા. કર્ણાટકમાં અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લતા મલ્લિકાર્જુન, પુટ્ટસ્વામી ગૌડા અને દર્શન પુટ્ટનૈયાએ કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post