• Home
  • News
  • અમારી પાસે આગામી ચૂંટણી લડવા માટે ફંડ નથી, લોકો ફાળો આપીને મદદ કરેઃ કેજરીવાલ
post

આમ આદમી પાર્ટી પાસે દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટેનું ફંડ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 14:35:54

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી પાસે દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટેનું ફંડ નથી. રવિવારે બુરાડીની જનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને ફાળો આપવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે રાજધાનીની અનાધિકૃત કોલોનીયોને નિયમીત કરવાના કેન્દ્રના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

AAP સંયોજક કેજરીવાલે કહ્યું કે, અમે છેલ્લા 5 વર્ષમાં દિલ્હીમાં ઘણું કામ કર્યું છે. હવે અમારી પાસે આગામી ચૂંટણી લડવા માટે પૈસા નથી. મેં 5 વર્ષમાં એક પણ રૂપિયો ભેગો કર્યો નથી. હવે આ તમારી ઉપર છે કે ચૂંટણી લડવા માટે અમારી મદદ કરશો.

મુખ્યમંત્રીએ જનસભામાં અનાધિકૃત કોલોનીયોને નિયમીત કરવાના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યં હતું. તેમણે કહ્યું કે, અમારી સરકાર પણ ગેરકાયદે કોલોનીયો અંગે કેન્દ્ર સાથે વાત કરી રહી હતી, પણ અમે રજિસ્ટ્રીની લાંબી પ્રક્રિયા ઈચ્છતા ન હતા. 5 વર્ષ સુધી અમે આ કોલોનીયોમં રોડ, સીવર અને નળ કનેક્શન આપ્યા, ત્યારે કેન્દ્રએ કોલોનીયોને નિયમીત કરવાનો નિર્ણય શા માટે ન કર્યો. હવે ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેમ યાદ આવી.

આ પહેલા, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, દિલ્હીની ગેરકાયદે કોલોનીયોમાં રહેનારા લોકો 16 ડિસેમ્બરથી માલિકી હક માટે અરજી કરી શકશે. તેમણે 180 દિવસોની અંદર તેનું પ્રમાણ પત્ર આપી દેવાશે. આ અંગે કેજરીવાલે લોકોને કહ્યું કે, જ્યાં સુધી તમારા હાથમાં રજિસ્ટ્રની કોપી ન આવી જાય, કોઈની પર(કેન્દ્ર સરકાર) પણ વિશ્વાસ ન કરશો. હું તમને રજિસ્ટ્રી અપવવાનો પુરતો પ્રયાસ કરીશ.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહે રવિવારે કહ્યું- અમે મનોજ તિવારી(ભાજપ પ્રદેશ અધ્યક્ષ)ના નેતૃત્વમાં પુરી તાકાતથી વિધાનસભા ચૂંટણી લડીશું અને તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બનીને જ જપશે. પુરીના આ નિવેદન પર AAPએ નિશાન સાધ્યું છે. ડે.સીએમ મનીષ સિસોદિયાએ પુરીના નિવેદનને રિટ્વીટ કરીને તિવારીને શુભેચ્છાઓ પાઠવી હતી. AAP પ્રવક્તા રાઘવ ચડ્ડાએ પણ કેન્દ્રીય મંત્રીના નિવેદન પાછું ખેંચવા અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post