• Home
  • News
  • ગુજરાતમાં કાતિલ ઠંડી:​​​​​​​રાજ્યમાં ઠંડી 3 ડિગ્રી ગગડીને 9.9 ડિગ્રીએ પહોંચી, આબુમાં માઈનસ 3 ડિગ્રીથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ, આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી
post

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 10:45:52

રાજ્યમાં વર્તમાન સિઝનમાં નલિયા 4 ડિગ્રી નીચું તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. સાથે જ સાત શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય રીતે અત્યારે જે તાપમાન હોવું જોઇએ તેના કરતાં 3 ડીગ્રી ઓછી ઠંડી નોંધાઈ છે. શહેરમાં હજુ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું હતું. શહેરમાં આખો દિવસ ઠંડો પવન ફૂંકાયો હતો. 4.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આ‌વી છે.

બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 9 ડિગ્રી
રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે 9 શહેરોમાં 5 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઇનસ 3 ડિગ્રી કડકડતી ઠંડીને કારણે બપોરના સમયે તડકો પડતાં હોવા છતાં લોકોને રાહત મળી નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 20થી 25 ડિગ્રી વચ્ચે હતો. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે. આબુમાં સવારે 11 વાગ્યા સુધી ભારે ઠંડીના કારણે લોકો બહાર નીકળતા પણ ડરે છે. મોટાભાગના પ્રવાસીઓ બપોરના સમયે જ આબુમાં ફરવા માટે નીકળી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો બફર જામી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની સૌથી વધુ અસર
આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. ઠંડીના કારણે કચ્છમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે રસ્તા અને હાઇવે ખાલીખમ જોવા મળી રહ્યા છે. ઠંડીના કારણે જિલ્લાના મુખ્ય શહેર ભુજના બજારો પણ વહેલા બંધ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે.

અમદાવાદ આવતી-જતી 18 ફ્લાઈટ લેટ
ભારે ઠંડીના પગલે ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદ આવતી-જતી 18 ફ્લાઈટ 45 મિનિટથી માંડી 2.30 કલાક સુધી લેટ પડી હતી. ગો-એરની 9, સ્પાઈસ જેટની 6 ફ્લાઈટ મોડી પડી હતી.

ગો-એરની સૌથી વધુ 9 ફ્લાઈટ મોડી પડી
ગો એર
અમદાવાદ-વારણસી 2.14 કલાક
અમદાવાદ-બેંગલુરુ 1.17 કલાક
અમદાવાદ-ગોવા 55 મિનિટ
અમદાવાદ-બેંગલુરુ 1.5 કલાક
અમદાવાદ-ચેન્નઇ 50 મિનિટ
બેંગલુરુ-અમદાવાદ 59 મિનિટ
ચંદીગઢ-અમદાવાદ 1.16 કલાક
બેંગલુરુ-અમદાવાદ 1.5 કલાક
ગોવા-અમદાવાદ 55 મિનિટ

ઇન્ડિગો
અમદાવાદ-ચંદીગઢ 52 મિનિટ
ચંદીગઢ-અમદાવાદ 1 કલાક
દેહરાદૂન-અમદાવાદ 45 મિિનટ

સ્પાઇસ જેટ
અમદાવાદ-દરભંગા 45 મિનિટ
અમદાવાદ-કાનપુર 1.10 કલાક
અમદાવાદ-પૂણે 45 મિનિટ
દરભંગા-અમદાવાદ 1.11 કલાક
કાનપુર-અમદાવાદ 1.10 કલાક
પટના-અમદાવાદ 45 મિનિટ

 

adv

Related News

post
post
post
post
post
post
post