• Home
  • News
  • કોહલી જૂની આદતોના લીધે ન્યૂઝીલેન્ડમાં ફ્લોપ રહ્યો, સ્વિંગ બોલિંગ પર તેનું બેટ સીધું નથી આવતું: વીવીએસ લક્ષ્મણ
post

વિરાટ કોહલીએ 2 ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં 9.50ની એવરેજથી 38 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-02 10:56:19

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ફ્લોપ રહ્યો હતો. તેણે ત્રણેય ફોર્મેટની 11 ઇનિંગ્સમાં કુલ 218 રન કર્યા હતા અને આ દરમિયાન માત્ર 1 ફિફટી મારી હતી. જ્યારે 2 ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં 9.5ની એવરેજથી 38 રન કર્યા હતા. ભારતના પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, "કોહલી પોતાની જૂની આદતોના લીધે ન્યૂઝીલેન્ડમાં ફ્લોપ રહ્યો. સ્વિંગ બોલિંગ પર તેનું બેટ સીધું આવતું નથી. તેનું બેટ એન્ગલથી નીચે આવે છે. તેને આ હેરાનગતિનો સામનો 2014માં ઇંગ્લેન્ડમાં પણ કરવો પડ્યો હતો."

એન્ડરસને પણ હેરાન કર્યો હતો
લક્ષ્મણે એક ટીવી પ્રોગ્રામમાં કોહલીની બેટિંગ ટેક્નિકનું એનાલિસિસ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિરાટની બેટિંગમાં એક જ પ્રોબ્લમ છે, સ્વિંગ બોલિંગમાં જે એન્ગલથી તેનું બેટ નીચે આવે છે. તે સિવાય અન્ય કોઈ બાબત ચિંતાનો વિષય નથી. એલબીડબ્લ્યુ અથવા અન્ય કોઈ બાબતોને ધ્યાન આપવાની જરૂર નથી. ઇંગ્લેન્ડમાં પણ આપણે જોયું કે તે કઈ રીતે આઉટ થતો હતો. ખાસ કરીને જેમ્સ એન્ડરસન સામે. આ સીરિઝમાં પણ તે જે રીતે આઉટ થયો તે જોવો. જે એન્ગલથી તેનું બેટ આવે છે તેના લીધે બેટ અને પેડ વચ્ચે ગેપ રહી જાય છે. તે પરિસ્થિતિમાં તેની પાસે એડજસ્ટમેન્ટ કરવાનો સમય રહેતો નથી. બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તે ખામીના લીધે જ આઉટ થયો.

ન્યૂઝીલેન્ડને ક્રેડિટ
ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસ પણ લક્ષ્મણની વાત સાથે સહમત હતા. તેમણે કહ્યું કે, "સૌથી પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને ક્રેડિટ આપવું જોઈએ. તેમણે કોહલી માટે યોજના બનાવી અને તેના પર અમલ કર્યો. જેણે પણ આ પ્લાનિંગ કરી હતી તેના વખાણ થવા જોઈએ. તેઓ મોસ્ટલી સ્ટમ્પ્સ પર બોલિંગ કરતા હતા. પછી બે બોલ બહારની તરફ જતા હતા, કોહલી વિચારમાં પડી જતો હતો, તે દરમિયાન એક બોલ અંદર આવતો અને તે આઉટ થઇ જતો."

કોહલીએ 69 દિવસથી સેન્ચુરી મારી નથી
કોહલીના કરિયરમાં આવું ત્રીજીવાર થયું છે કે તેણે 69 દિવસો સુધી ત્રણેય ફોર્મેટમાં એકપણ સેન્ચુરી મારી નથી. આ દરમિયાન કોહલી 22 ઇનિંગ્સ રમ્યો છે. તેણે છેલ્લી સદી 22 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે મારી હતી. ઈડન ગાર્ડન ખાતેની ડે-નાઈટ ટેસ્ટમાં કોહલી 136 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તે પહેલા કોહલી 25 ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2014 દરમિયાન લગભગ 210 દિવસ અને 24 ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2011 દરમિયાન 180 દિવસ સદી મારી નહોતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post