• Home
  • News
  • કોહલીએ 22 ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી, ન્યૂઝીલેન્ડ ટૂરમાં 19.82ની એવરેજથી 228 રન કર્યા
post

કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ઈડન ટેસ્ટમાં સદી મારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-02 11:40:00

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં 9.5ની એવરેજથી માત્ર 38 રન કર્યા હતા. તે વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે ફર્સ્ટ ઇનિંગ્સમાં 2 અને બીજી ઇનિંગ્સમાં 19 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે અત્યારે ક્રાઇસ્ટચર્ચ ખાતે ચાલતી ટેસ્ટમાં કોહલીએ 3 & 14 રન કર્યા હતા. તેની આ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં એક્રોસ ફોર્મેટ 11મી ઇનિંગ્સ હતી. આ દરમિયાન તેણે માત્ર એક ફિફટી મારી છે. કોહલીએ છેલ્લી 22 ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી. તેણે છેલ્લે બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં નવેમ્બર 2019માં સદી મારી હતી.

તેણે આ ટૂરની 11 ઇનિંગ્સમાં 19.82ની એવરેજથી 228 રન કર્યા છે.

T-20 સીરિઝમાં 45, 11, 38 અને 11 રન.

વનડે સીરિઝમાં 51, 15 અને 9 રન.

ટેસ્ટમાં સીરિઝમાં 2, 19, 3 અને 14 રન.

બે ટેસ્ટની સીરિઝમાં કોહલીની સૌથી ઓછી એવરેજ:

1.  9.20 - v ઓસ્ટ્રેલિયા, 2017 (ઘરઆંગણે)

2.  9.50 - v ન્યૂઝીલેન્ડ, 2020 (વિદેશ)

3.  13.40 - v ઇંગ્લેન્ડ, 2014 (વિદેશ)

જ્યારે કોહલીએ આખી ટૂરમાં સદી ન મારી:

1.  vs ન્યૂઝીલેન્ડ 2019/20 (વિદેશમાં)

2.  vs બાંગ્લાદેશ 2015 (વિદેશમાં)

3.  vs ઇંગ્લેન્ડ 2014 (વિદેશમાં)

4.  vs વેસ્ટ ઇન્ડિઝ 2013/14 (ઘરઆંગણે)

5.  vs વેસ્ટ ઇન્ડિઝ 2011 (વિદેશમાં)

(મિનિમમ 1 ટેસ્ટ+ એક વનડે/ T-20)


કોહલી પોતાના કરિયરમાં આ પહેલા 2 વાર આવા ખરાબ ફોર્મમાંથી પસાર થયો હતો કે જ્યાં તેણે 22 અથવા તેથી વધુ ઇનિંગ્સ સુધી સદી મારી નહોતી.

1) કોહલી પહેલીવાર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2011 દરમિયાન ખરાબ ફોર્મમાં રહ્યો હતો. ત્યારે તેણે 24 ઇનિંગ્સ સુધી સેન્ચુરી ફટકારી ન હતી. તે 7 મહિનામાં તેની ઓવરઓલ બેટિંગ એવરેજ 48થી ઘટીને 39 થઇ ગઈ હતી.

2) ત્યારબાદ 2014માં ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે કોહલીને સદી તો દૂરની વાત છે, રન કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2014 સુધી તે સતત 25 ઇનિંગ્સમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટની સીરિઝમાં કોહલીએ માત્ર 134 રન કર્યા હતા. ઓફ-સ્ટમ્પની બહારની લાઈન પર જેમ્સ એન્ડરસન તેને સરળતાથી આઉટ કરી રહ્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post