• Home
  • News
  • કોહલીએ કહ્યું- પ્રસિદ્ધ કૃષ્ણા T-20 વર્લ્ડ કપમાં સરપ્રાઈઝ પેકેજ હોઈ શકે છે; તે મેક્ગ્રા પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યો છે
post

તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જઈ શકે છે, વિજય હજારે ટ્રોફીમાં 17 વિકેટ ઝડપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 11:09:36

વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી-20માં જીત બાદ બોલરોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, જસપ્રીત બુમરાહ ફિટ થઈને પરત ફર્યો છે. શાર્દુલ ઠાકુર અને સૈનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલીએ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ અંગે સંકેત આપ્યો છે. તેણે કહ્યું કે,'ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સરપ્રાઈઝ પેકેજ હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની પિચ ઝડપી અને બાઉન્સી હોય છે અને ત્યાં કૃષ્ણા જેવા બોલરો હોવાથી ટીમને ફાયદો થઈ શકે છે.'

ભુવનેશ્વર અને દીપક ચાહર ઈજાના કારણે ટીમની બહાર છે અને તેમના ફિટ થવામાં સમય લાગશે. એવામાં કૃષ્ણાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળી શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ 24મી જાન્યુઆરીથી શરૂ થશે. ભારત ત્યાં 5 ટી-20, 3 વન-ડે તથા 2 ટેસ્ટ મેચ રમશે. 41 લિસ્ટ- મેચમાં કૃષ્ણાએ 67 વિકેટ ઝડપી છે. જ્યારે 6 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 20 વિકેટ ઝડપી. સૌરાષ્ટ્ર વિરુદ્ધ વિજય હઝારે ટ્રોફીમાં કૃષ્ણાએ 5 વિકેટ ઝડપી હતી. તેણે ટૂર્નામેન્ટની 8 મેચમાં 17 વિકેટ ઝડપી. તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. ટી-20ની વાત કરીએ તો કૃષ્ણાએ 28 મેચમાં 24 વિકેટ ઝડપી છે. કોચ રવિ શાસ્ત્રીએ IPL બાદ વર્લ્ડ કપ ટીમ બનશે તેવી વાત કહી હતી.

સુપર ઓવરમાં કૃષ્ણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું
પ્રસિદ્ધ કૃષ્ણા 140થી 145 કિ.મી./કલાકની સ્પિડથી બોલિંગ કરે છે. ગત વર્ષે માર્ચમાં IPL મેચમાં કોલકાતા તરફથી રમતા કૃષ્ણાએ દિલ્હી વિરુદ્ધ સુપર ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા. જોકે તેની ટીમ મેચ હારી હતી. 2018નાં ટોપ-10 યુવા ઝડપી બોલરની લિસ્ટમાં કૃષ્ણા પણ સામેલ હતો. તે એમઆરએફ ફાઉન્ડેશનમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર ગ્લેન મેક્ગ્રા પાસે ટ્રેનિંગ લઈ ચૂક્યો છે.

ઈજાના કારણે લેથમ ટી-20 સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડનો ડાબોડી બેટ્સમેન ટોમ લેથમ આંગળીમાં ફ્રેક્ચર થવાના કારણે ભારત વિરુદ્ધની ટી-20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં લબુશેનનો કેચ પકડતા સમયે તેની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. તે હવે 1 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. ડાબોડી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટનું પણ ટી-20માં રમવું શંકાસ્પદ છે. બીજી ટેસ્ટમાં તેને પણ ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. લૉકી ફર્ગ્યુસન અને મેટ હેનરી પણ ઈજાગ્રસ્ત છે. ટી-20 સીરિઝ માટે આગામી અઠવાડિયે ટીમ જાહેર થઈ શકે છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post