• Home
  • News
  • કોહલીએ કહ્યું- 4 નંબરે બેટિંગ કરવાનો નિર્ણય ખોટો; ગભરાશો નહીં, આ અંગે ફરી વિચારીશું
post

વીવીએસ લક્ષ્મણ, સંજય માંજરેકર અને હરભજન સિંહે કોહલીના નંબર 4 પર બેટિંગના નિર્ણય ખોટો ગણાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:12:35

વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે મુંબઈ વનડેમાં 4 નંબર પર બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કોહલીએ 14 બોલમાં 16 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ કોહલીએ કહ્યું, ‘હું પણ જ્યારે 4 નંબરે ઉતર્યો, તો મને ઠીક નહોતું લાગતું, અમે અંગે પુનર્વિચાર કરીશું. એક મેચથી ગભરાવાની જરૂર નથી.’

પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ સંજય માંજરેકર અને હરભજન સિંહે પણ કોહલીના નંબર 4 પર બેટિંગના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. લક્ષ્મણે કહ્યું-‘ પ્લાન યોગ્ય નથી. 2007માં વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરને પણ નંબર 4 પર બેટિંગ કરવું પસંદ નહોતું. ઈન્ડિયા પહેલી અને છેલ્લી ટીમ છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક્સપરિમેન્ટ કરી રહી છે

લોકોએ સજાગ રહેવું જોઈએઃ કોહલી
કોહલીએ કહ્યું,‘ નિર્ણય ઘણા ખેલાડીઓને તક આપવા માટે લેવામાં આવ્યો હતો. ગભરાશો નહીં. મને થોડા એક્સપરિમેન્ટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઘણી વખત નિષ્ફળ નિવડ્યો છું. વખત પણ એવું કંઈક થયું. અમે પહેલા પણ ઘણી વખત બેટિંગ પોઝિશન અંગે ચર્ચા કરી ચુક્યા છીએ. જે પ્રકારે રાહુ બેટિંગ કરી રહ્યા હતા, અમે તેમને ત્રીજા નંબરે ફીટ કરવાનો પ્રયાસ કર્યો હતો

કોહલીએ નંબર 3 પર બેટિંગ કરીને ઘણી મેચ જીતાડીઃહરભજન
હરભજન સિંહે કહ્યું, ‘કોહલીએ નંબર 3 પર બેટિંગ કરીને ભારતીય ટીમને ઘણી મેચ જીતાડી હતી. મને લાગે છે કે અંગે તેમણે કોઈ પણ પ્રકારના એક્સપરિમેન્ટ કરવાની જરૂર નથી.’ ઉપરાંત પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મૈથ્યૂ હૈડને કહ્યું કે, જો કોહલી મેચના 28માં ઓવરમાં બેટિંગ કરવા આવશે, તો ટીમ માટે સારુ રહેશે.

ધવન-રાહુલે બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી
ઓસ્ટ્રેલિયન ટીમ વનડેમાં પહેલી વખત ભારત સામે 10 વિકેટથી જીતી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 256 રનના લક્ષ્યને તેને 37.4 ઓવરમાં કોઈ પણ વિકેટના નુકસાન વગર હાંસલ કરી લીધું હતું. ડેવિડ વોર્નર 128 અને કેપ્ટન એરોન ફિંચ 110રન બનાવીને અણનમ રહ્યા હતા. સાથે ભારત માટે શિખર ધવને 74, લોકેશ રાહુલે 47 રન બનાવ્યા હતા. બન્નેએ બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post