• Home
  • News
  • લોકસભાની ચૂંટણી: પહેલા તબક્કાની બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો બીજેપી અને કોંગ્રેસ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે
post

લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. પહેલા તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક પર મતદાન કરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-27 12:08:38

નવી દિલ્લી: લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના નામાંકન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે. આ સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ દિવસે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોમિનેશનની છેલ્લી તારીખ 27 માર્ચ છે. બિહારમાં તહેવારોને કારણે નોમિનેશનની છેલ્લી તારીખ 28 માર્ચ છે.

કોની કેટલી બેઠકો?:

આ વખતે લોકસભાની ચૂંટણી ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને વિરોધ પક્ષોના ઈન્ડિયા બ્લોક વચ્ચે થઈ રહી છે. ભાજપ પ્રથમ તબક્કામાં 102માંથી 77 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે NDAના અન્ય પક્ષો 23 બેઠકો પર મેદાનમાં છે. હજુ એક બેઠક પર જાહેરાત થવાની બાકી છે. એ જ રીતે, ઈન્ડિયા બ્લોકે પણ પ્રથમ તબક્કાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસને 57 બેઠકો મળી છે. જ્યારે ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષો 42 સીટો પર લડી રહ્યા છે. બે બેઠકો પર હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ, જેઓ તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, તેઓ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પડકારશે. ઓમ બિરલા રાજસ્થાનની કોટા સીટથી સાંસદ છે.

પ્રથમ તબક્કામાં ક્યાં થશે મતદાન?:

અરુણાચલ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (5), મણિપુર (2), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1) , રાજસ્થાન (12), સિક્કિમ (1), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (3), આંદામાન અને નિકોબાર (1), જમ્મુ અને કાશ્મીર ( 1), લક્ષદ્વીપ (1), પુડુચેરી (1).


ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ:

પ્રથમ તબક્કા માટે 27 માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે. જો કે, બિહારમાં આ તારીખ 28 માર્ચ સુધી છે. બિહારમાં, 28 માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે, જ્યારે 30 માર્ચે ચકાસણી થશે.  બિહારમાં 2 એપ્રિલ સુધી નામ પરત ખેંચી શકાશે. જ્યારે અન્ય રાજ્યોમાં નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. 18મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. જ્યારે તે પછી 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post