• Home
  • News
  • ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ બની રહી છે:ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં મધ્યમ તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી
post

16 અને 17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 17:17:53

ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ એટલે કે 16 અને 17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

કાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. કાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં વરસાદની આગાહી છે.

અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી
16 સપ્ટેમ્બરની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની સંભાવના છે. આવી જ રીતે 17 સપ્ટેમ્બરે આ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં 4 દિવસ સામાન્ય વરસાદની સંભાવના
ચોથા અને પાંચમાં દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે, જેમાં ગીર સોમનાથ, કચ્છનો સમાવેશ થાય છે. ત્રીજા દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવનો સમાવેશ થાય છે. ચોથા દિવસે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

adv

Related News

post
post
post
post
post
post
post