• Home
  • News
  • મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું- શરદ પવારને ભાજપે મંત્રીપદની ઓફર કરી:પવારે કહ્યું- રાજ્ય સરકારોને અસ્થિર કરી રહી છે ભાજપ, તેમની સામે લડવાની રણનીતિ બનાવી રહ્યો છું
post

વાસ્તવમાં સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપે શરદને કેન્દ્રમાં કૃષિ પ્રધાનપદ અને પુત્રી સુપ્રિયા સુલેને નીતિ આયોગના અધ્યક્ષપદની ઓફર કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 17:44:47

અજિત અને શરદ પવારની ગુપ્ત બેઠક પર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે શરદ પવારને ભાજપ તરફથી કેબિનેટ મંત્રી પદની ઓફર મળી છે. તેમણે કહ્યું હતું કે આ જ ઓફર કરવા માટે અજિત અને શરદ વચ્ચે બેઠકો થઈ રહી છે.

વાસ્તવમાં સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપે શરદને કેન્દ્રમાં કૃષિ પ્રધાનપદ અને પુત્રી સુપ્રિયા સુલેને નીતિ આયોગના અધ્યક્ષપદની ઓફર કરી છે. 

ભાજપ રાજ્ય સરકારોને અસ્થિર કરવાનું કામ કરી રહી છે. હું ભાજપ અને તેમના સહયોગીઓ સામે લડવાની રણનીતિ બનાવી રહ્યો છું. I.N.D.I.A.ની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. આ બેઠકની સફળતા માટે તૈયારીઓ ચાલી રહી છે.

હું 8-10 દિવસથી રાજ્યની મુલાકાત લઈ રહ્યો છું. લોકોએ મારા સ્ટેન્ડની પ્રશંસા કરી છે. સતારા-સોલાપુર-બારામતી-પુણેની મુલાકાત લીધી. ભાજપ અને તેના સાથી પક્ષો સમયની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ભાજપ ધર્મ અને સંપ્રદાયના આધારે લોકોને વહેંચી રહી છે. ભાગલા દિવસની ઉજવણી કરવાનો તેમનો નિર્ણય ખોટો હતો.

મણિપુર અત્યંત સંવેદનશીલ રાજ્ય છે. ત્યાં ખુબજ સાવચેતી રાખવાની જરૂર છે. PMએ મણિપુર પર વધુ બોલવું જોઈતું હતું.

બીજી તરફ આ દાવા અંગે સુપ્રિયા સુલેએ કહ્યું, 'મને ખબર નથી કે શરદ અને અજીત વચ્ચે ખરેખર શું વાતચીત થઈ.' સુલેએ એમ પણ કહ્યું કે લોકશાહીમાં ઘણીવાર મતભેદો હોય છે, તે થવું જ જોઈએ. તેમણે કહ્યું કે પારિવારિક સંબંધો અલગ છે અને રાજકીય વિચારો અલગ હોય છે.

સુપ્રિયાએ કહ્યું- મને કોઈ ઓફર નથી મળી
સુપ્રિયાએ બુધવારે મીડિયાને કહ્યું, 'મને કોઈપણ પ્રકારની ઓફર આપવામાં આવી નથી. મને 15મી ઓગસ્ટે જ મળનારી ઓફર વિશે ખબર છે. એમવીએમાં વિભાજનના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે મેં કે પવાર સાહેબે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. જેઓ આવાં નિવેદનો કરી રહ્યા છે તેમણે આનો જવાબ આપવો જોઈએ.

શરદ અને અજિતની મુલાકાત બાદ ચાલી રહેલી અટકળો પર કહ્યું, 'મારા માટે આ ડેમોક્રેસીની વાત છે. જેને બોલવું હોય એ બોલી શકે છે. તમે સંજય રાઉતનું નિવેદન સાંભળ્યું છે, તમે અન્ય લોકોનાં નિવેદનો સાંભળી રહ્યાં છો, પરંતુ હું ચોક્કસપણે કહેવા માગું છું કે જ્યારે હું દિલ્હીમાં રહું છું ત્યારે હું કોંગ્રેસ નેતૃત્વ સાથે સતત વાત કરું છું. હું સંસદસભ્ય છું. તેથી જ મારો મોટા ભાગનો સમય દિલ્હીના નેતૃત્વ સાથે પસાર થાય છે.

PMએ શરદને મનાવવા માટે અજિત સમક્ષ એક શરત મૂકી
વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે નાગપુરમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજિત સમક્ષ શરત મૂકી છે કે તેઓ ત્યારે જ મુખ્યપ્રધાન બની શકે છે જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવાર પણ તેમની સાથે આવે. એટલા માટે અજિત પવાર તેમનું સમર્થન મેળવવા માટે સતત શરદ પવારને મળી રહ્યા છે.

વિજય વડેટ્ટીવારે કહ્યું, 'અમે ત્રણેય પક્ષ, એટલે કે મહાવિકાસ આઘાડી સાથે છીએ. તેમની સભાને કારણે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ આજે બીડમાં શરદનું ભાષણ લોકોની એ મૂંઝવણ દૂર કરશે.

શરદ-અજિત 29 દિવસમાં ચાર વખત મળ્યા

·         જુલાઈ 14: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર એનસીપીના વડા શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા. મીડિયા અહેવાલો સૂચવે છે કે અજિત તેનાં કાકી પ્રતિભા પવાર (શરદ પવારનાં પત્ની)ને મળવા ગયો હતો, જેમને 14 જુલાઈના રોજ સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

·         જુલાઈ 16: અજિત પવાર ધારાસભ્યો સાથે શરદ પવારને મળ્યા. ત્યારે પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે અમે શરદ પવારના પગ પકડીને આશીર્વાદ લીધા હતા. અમે તેમને NCPમાં એકતા અને તાકાત વિશે જણાવ્યું.

·         જુલાઈ 17: અજિત પવાર તેમના કાકા શરદ પવારને મળવા સતત બીજા દિવસે મુંબઈના NCP કાર્યાલય YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા. તેમની સાથે તેમના જૂથના NCP ધારાસભ્યો પણ હતા. બેઠક બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું- ગઈકાલે ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલાં અમે તેમની પાસેથી આશીર્વાદ લીધા હતા. આજે સત્રની શરૂઆતમાં અમે ફરીથી પવાર સાહેબના આશીર્વાદ લીધા.

·         12 ઓગસ્ટ: બંને કોરેગાંવ પાર્ક વિસ્તારની લેન નંબર 3 સ્થિત એક બિઝનેસમેનના બંગલામાં મળ્યા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં NCP નેતા જયંત પાટીલ પણ હાજર હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post