• Home
  • News
  • વિપક્ષનો રાજ્યપાલને પત્ર - ફ્લોર ટેસ્ટમાં ફડણવીસ નિષ્ફળ જાય તો સરકાર રચવા માટે અમને આમંત્રણ આપજો
post

મહારાષ્ટ્રમાં સરકારની રચના બાદથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે સવારે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ પત્ર લખીને રાજ્યપાલને બહુમતી સાબિક કરવા માટે તક આપવાની માંગ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 14:26:40

 મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારની રચના બાદથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે સવારે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ પત્ર લખીને રાજ્યપાલને બહુમતી સાબિક કરવા માટે તક આપવાની માંગ કરી હતી. પત્રમાં કહેવાયું છે કે, દેવેન્દ્ર ફડણવીસની સરકાર પાસે બહુમતીનો આંકડો નથી. તેઓ વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં ફેઈલ થઈ જશે. તેમના નિષ્ફળ થયા બાદ શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવે.

પત્ર આપવા માટે કોંગ્રેસના બાળા સાહેબ થોરાટ, અશોક ચવ્હાણ, NCPના જયંત પાટિલ અને શિવસેનાના એકનાથ શિંદે સાથે રાજભવન પહોંચ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ગેર હાજરીમાં આ નેતાઓએ રાજભવનમાં હાજર અધિકારીને પત્ર સોંપ્યો. આ પત્રમાં ધારાસભ્યોના સમર્થનની યાદી છે. NCP નેતા જયંત પાટિલે કહ્યું કે, આ યાદીમાં 162 ધારાસભ્યોના નામ અને હસ્તાક્ષર છે.આ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડે.મુખ્યમંત્રી અજીત પવાર બન્ને મંત્રાલય પહોંચ્યા હતા. બન્નેએ પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણની પુણ્યતિથી નિમીતે માળા અર્પણ કરી હતી.

ભાજપ નેતા નારાયણ રાણેએ કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ અમને જનાદેશ આપ્યો હતો, એટલા માટે અમે સરકાર બનાવી. હવે બહુમતી સાબિત કરવા માટે અમારે જે કંઈ પણ કરવું પડશે, અમે કરીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post