• Home
  • News
  • ઓનલાઇન એક્ઝામમાં ઘાલમેલ:વીજ વિભાગની જુનિયર ક્લાર્કની એક્ઝામમાં સુરતની એકેડમીના માલિક સહિત બેની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
post

સરકારી વીજ કંપનીઓની જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-20 18:14:30

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા જે પ્રકારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી હતી એમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ, તપાસ કરતાં રૂપિયા કમાઈ લેવાની લાલસામાં કેટલાક શખસોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યું છે.

 

પાસ થઈ નોકરીએ લાગેલાની વિગતો એકત્ર કરાશે: ડીસીપી ક્રાઇમ
ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે અમને શંકા ગઈ હતી એના આધારે આરોપીઓ પર વોચ રાખીને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્યારસુધીમાં મળતી માહિતી મુજબ કેટલાક એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની બાકી છે. પૂછપરછ કરવામાં આવશે અને તપાસ પણ કરવામાં આવશે. આ સમગ્ર કૌભાંડમાં કેટલા ઉમેદવારોએ ગેરરીતિ આચરીને પરીક્ષા પાસ કરી છે અને સરકારી નોકરી પર લાગ્યા છે એની માહિતી હજી ચોક્કસ આંકડામાં કહી શકાય એમ નથી, પરંતુ અમે એની ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યા છે.

 

ગેરરીતિ આચરી ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવાઈ
રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન વીજ કંપનીઓની પરીક્ષા લેવામાં આવતી હતી, જેમાં હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વર્ષ 2020-23માં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ રૂપિયા ખંખેરીને ખૂબ મોટા પ્રમાણમાં ઉમેદવારોને ગેરરીતિ આચરીને પરીક્ષા પાસ કરાવવામાં આવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. એજન્ટો મારફત આ ગેંગ ઉમેદવારોનો સંપર્ક કરી લેતી હતી.

 

ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન કૌભાંડ
સ્કીન સ્પ્લિન્ટર સોફ્ટવેર કરીને ઉમેદવારોને બદલે તેઓ પોતે જ પરીક્ષાના જવાબ આપી દેતા હતા. આ પરીક્ષા અંતર્ગત જ્યારે ઉમેદવાર પરીક્ષા આપવા માટે સેન્ટર પર પહોંચે છે, ત્યારે એજન્ટો મારફત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉમેદવારોના તમામ પરીક્ષામાં પુછાયેલા જવાબો તેઓ આપતા હતા અને તે થકી પાસ થઈ જતા હતા. જેથી નબળા ઉમેદવારો પણ સરળતાથી આ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાઈ ગયા છે.


ઝડપાયેલા આરોપીઓ
(1) ઇન્દ્રવદન અશ્વિનભાઇ પરમાર (ઉં.વ.49) રહે.ધર નં બી/75, ગોકુલ ટાઉનશિપ, રામેશ્વર સ્કૂલ પાસે, ગોત્રી રોડ, વડોદરા. મુળરહે ગામ-કેશરપુરા, તા.ઇડર, જી,સાબરકાંઠા જે એજન્ટ મારફત ઉમેદવારોના નામ મેળવી પરીક્ષા કેન્દ્રો ખાતે પાઠવનારી વ્યક્તિ

(2) મોહંમદઉવેશ મોહંમદરફીક કાપડવાલા (ઉં.વ.39) રહે.વાડી ખત્રી પોળ, સ્વામિનારાયણમંદિરની પાછળ, યાસિનખાન પઠાણ રોડ) વડોદરા

સરકારી વીજ કંપનીઓની જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ
ધરપકડ કરવામાં આવેલા બન્ને શખસ ઉપરાંત (1) અનિકેત પ્રમોદભાઇ ભટ્ટ (2) ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (3) નિશીકાંત સિન્હા (4) ચિરાયુ (5) વિદ્યુત (6) ઇમરાન વગેરેએ મળી ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL UGVCL તથા GSECLમાં કુલ-2156 વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ભરતીમાં ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી.

પરીક્ષા કેન્દ્ર અને કોમ્યુ. લેબના ઈન્ચાર્જે ગેરરીતિ આચરી
(1)
સુરત શહેરમાં વરાછા રોડ ખાતે આવેલી સારથિ એકેડેમી
(2)
સુરત શહેરમાં અમરોલી ખાતે આવેલી સૂટેક્સ બેંક કોમર્સ કોલેજ
(3)
વડોદરા, અટલાદરા ખાતે આવેલી એક વાઇસ ટેક્નોલોજી"
(4)
વડોદરા, અટલાદરા ખાતે આવેલી સેવન ક્લાઉડ
(5)
અમદાવાદ નરોડા ખાતે આવેલી શ્રેય ઇન્ફોટેક
(6)
રાજકોટ ખાતે આવેલી સક્સેસ ઇન્ફોટેક
(7)
વડોદરાના કોટમ્બી ગામ ખાતે આવેલી વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ
(8)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી કે.જે.આઇ.ટી. એન્જિનિયરિંગ કોલેજ"

તા.09/12/2020થી તા.06/01/2021 દરમિયાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા પ્રક્રિયામાં આરોપીઓ, પરીક્ષા કેન્દ્રના માલિકો અથવા કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post