• Home
  • News
  • વિરાટ-સચિન સહિત ઘણા ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યું, કોહલીએ કહ્યું- અકસ્માતમાં અસરગ્રસ્ત લોકો સાથે મારી પ્રાર્થના
post

સચિન તેંડુલકરે કહ્યું- આ અકસ્માતમાં તેમના નજીકના અને પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 11:12:17

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે દુબઇથી આવતું વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત નીપજ્યાં છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર સહિતના અનેક ક્રિકેટરોએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

વિરાટે ટ્વીટ કર્યું હતું કે કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોની સાથે મારી પ્રાર્થના છે. સાથે જ, અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

પૂર્વ ક્રિકેટર તેંડુલકરે પણ લખ્યું છે કે હું અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું. આ અકસ્માતમાં તેમના નજીકના અને પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે.

પાયલટ અને કો-પાયલટે જીવ ગુમાવ્યો

·         દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા.

·         મલ્લાપુરમના એસપીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. તેમાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે સામેલ છે જેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા. કો પાયલટ અખિલેશ કુમાર પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

·         આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 190 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 4 કેબિન ક્રૂ) સામેલ હતા.

DGCA દ્વારા તપાસના આદેશ

·         ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આ ઘટના મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે.

·         એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમા કહ્યું કે આ ફ્લાઇટમાં બે પાયલટ સહિત 6 ક્રૂ મેમ્બર ઓનબોર્ડ હતા. તેમાં 174 પેસેન્જર હતા અને આજે એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન ફસડાઇ ગયું હતું.

·         દુર્ઘટનાની તસવીરો સામે આવી છે તે ડરામણી છે. કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post