• Home
  • News
  • જિનપિંગ અને PM મોદી લેશે શાહી ડિનર
post

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-11 15:52:05

ચૈન્નઈ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ ના દરિયાકાંઠે વસેલા શહેર મહાબલીપુરમમાં આયોજિત થનારા બીજી દ્વિપક્ષીય અનૌપચારીક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેના માટે પીએમ મોદી ત્યાં અગાઉથી જ પહોંચી ચૂક્યા છે. શી જિનપિંગ ગુંડીની આઈટીસી ગ્રાન્ડ હોટલમાં રોકાશે. ત્યાં તેમના માટે ખાસ લંચ અને બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મળતી જાણકારી મુજબ, શી જિનપિંગને લંચ દરમિયાન તેમના પસંદગીના વ્યંજન પીરસવામાં આવશે, જે ડુંગળી અને મીટથી બનેલી હશે. તેમાં ગાજર અને કુબીની સાથે તૈયાર ફ્રાઇડ લિવર, નૂડલ્સ અને વિભિન્ન પ્રકારના સૂપ પણ છે. આ ઉપરાંત તેમને દક્ષિણ ભારતીય વ્યંજન ભાત, સાંભર, વઠા કુલંબૂ, રસમ, બિરયાની, બટર નાન, રોટલી, ટમેટા અને ગાજરનું સૂપ પણ પીરસવામાં આવશે.

શી જિનપિંગને પીરસવામાં આવનારો બ્રેકફાસ્ટ પણ ખાસ હશે. તેમાં તેમને તમિલ વ્યંજન આપવામાં આવશે. તેમાં ડોસા, ઈડલી, વડા, સાંભર, ચટણી, વેન પોંગલ, ઈડિયપ્પમ અને વડા કઢી હશે. તેની સાથે જ એક શૅફ પણ જિનપિંગને અહીંના પારંપરિક વ્યંજનો વિશે જાણકારી આપશે.

નોંધનીય છે કે, પીએમ મોદી અને શી જિનપિંથ આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે. આ પહેલા 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. શી જિનપિંગને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ ચેન્નઈ પહોંચી ગયા હતા. એરપોર્ટ પર તમિલનાડુના મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામી અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પીએમ મોદીનું સ્વાગત કર્યુ. ચેન્નઈ પહોંચતા જ પીએમ મોદીએ ત્રણ ભાષમાં ટ્વિટ કર્યુ હતું. પીએમ મોદીએ ચીની, તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરી અહીં પહોંચવાની ખુશી વ્યક્ત કરી હતી.


adv

Related News

post
post
post
post
post
post
post