• Home
  • News
  • બેન્કોમાં પહેલા દિવસે મિશ્ર પ્રતિસાદ:નોટ બદલવા માટે કો-ઓપરેટિવ બેંકમાં ફોર્મ ભરાવાયા અને સરકારી બેંકમાં કોઈ ફોર્મ નહીં, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં ઓનલાઇન એન્ટ્રી
post

ગુજરાતમાં વિવિધ બેંકની 8719 શાખા પર બે હજારની નોટ બદલી શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 18:28:13

આજથી દેશભરમાં રૂ. 2 હજારની નોટ બદલવાની પ્રક્રિયા આરબીઆઈના આદેશ બાદ શરૂ થઈ થઈ છે. ત્યારે અમદાવાદની લાલ દરવાજા સ્થિત મુખ્ય શાખા ખાતે ગણ્યાગાંઠ્યા લોકો 2 હજારની નોટ બદલાવવા પહોંચી રહ્યા છે. જેમાં એક મહિલાને બેંકે માત્ર પાંચ મિનિટમાં નોટો બદલી આપી હતી. આ સિવાય એક વૃદ્ધ પણ નોટ જમા કરાવવા પહોંચ્યા હતા. આ ઉપરાંત રાજ્યની રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી તમામ બેંકોમાં સવારથી 2000ની નોટ બંધીની કોઈ અસર જોવા મળી રહી નથી. તમામ બેંકો અને એટીએમ પર કોઈ લાઈન લાગી નથી. અમદાવાદમાં 2 હજારની નોટ બદલવા માટે કો-ઓપરેટિવ બેંક ફોર્મ ભરવું પડી રહ્યું છે. જ્યારે સરકારી બેંકમાં કોઈ ફોર્મ ભરવાની જરૂર ન હોવાનું સામે આવ્યું છે, સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકમાં ઓન લાઈન એન્ટ્રી કરાવાઈ રહી છે.

અમદાવાદની ચાંદખેડાની એચડીએફસી બેન્ક, આઈઓસી શાખાના મેનેજર દર્શન શાહે જણાવ્યું હતું કે, અત્યારસુધી બેથી ત્રણ લોકો 2000ની ચલણી નોટ બદલાવવા આવ્યા છે.

 

2000ની નોટ બદલવાના સ્ટાન્ડર્ડ અલગ
સમગ્ર ગુજરાતમાં આજથી 2000ની નોટ બદલી આપવાની શરૂઆત થઈ છે, બેંકો દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે. પરંતુ દરેકનું સ્ટાન્ડર્ડ અલગ છે. જેમ કે, સરકારી બેંકમાં લોકો નોટો બદલવા આવે તો તુરંત નોટ બદલી દેવામાં આવે છે, જ્યારે બીજી જગ્યાએ આઈડી પ્રૂફ તો ક્યાં તેમનો ડેટા એન્ટ્રી કર્યા પછી જ નોટ બદલી આપવામાં આવે છે.

સુરતમાં આઈડી પ્રુફ અને ફોર્મ ભરાવતા લોકોમાં રોષ
આજે બેંકમાં નોટ લેવાની શરૂઆત થતાં સુરતમાં લોકો જ્યારે નોટ જમા કરાવવા ગયા હતા, ત્યારે તેમની પાસેથી એક ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમજ બેંકની અંદર 2000ની નોટ જમા કરાવવા આવનાર વ્યક્તિના આઇડેન્ટિટી કાર્ડ પણ લેવામાં આવ્યા હતા. ગ્રાહકોએ આ બાબતની ટીકા કરી હતી. કોઈ કાળું ધન નથી કે જમા કરાવવા આવ્યો ત્યારે માહિતી આપવી પડે. છતાં પણ સરકાર આ પ્રકારના નિર્ણયો લઈને લોકોને હેરાન કરે છે. બેંકમાં બીજા રૂપિયા જે રીતે જમા કરાવ્યો એટલી જ સરળતાથી નોટ પણ લઈ લેવી જોઈએ. શા માટે એના માટે પ્રુફ અને ફોર્મ ભરવામાં આવી રહ્યું છે તે સમજાતું નથી.

એકલદોકલ માણસો દેખાયા
આજથી બેંકોમાં 2000ના નોટ લેવાની શરૂઆત કરવામાં આવતા લોકો બેંકમાં નોટ જમા કરવા પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારની અફરાતફરીનો માહોલ દેખાયો ન હતો. લોકો સહજતાથી તેમની પાસે જે નોટ હતી તે નોટને ધીરે ધીરે જમા કરાવવા આવતા દેખાયા હતા. પરંતુ તેમની સંખ્યા દરેક બેંક ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભૂતકાળ જેવો માહોલ બેંકમાં જોવા મળ્યો ન હતો. કેસ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો ઊભા રહે એટલા જ લોકો આજે પણ દેખાયા હતા.

 

2 હજારની જમા કરાવી 500ની નોટ લેવા પર ફોર્મ ભરાવાય છે
ચાંદખેડામાં કડી નાગરિક સહકારી બેંકમાં 2000ની નોટોના બદલામાં 500ની નોટ જોઈતી હોય તો એ માટે એક ફોર્મ અને આધાર કાર્ડની ઝેરોક્ષ લેવામાં આવે છે.2000ની નોટ બદલાવવા આવતા ગ્રાહકોને તે નોટોને ખાતામાં જમા કરાવવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ તેને એકાઉન્ટમાંથી નીકાળવાનું બેંક દ્વારા કહેવામાં આવે છે. પરંતુ તેમને સીધી રીતે જ 2000ની નોટના બદલામાં 500ની નોટ આપવામાં આવતી નથી.

2000ની નોટ ફરજિયાત બેંકમાં જમા કરાવવી પડી!
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અમદાવાદમાં ચાંદખેડાની આઇઓસી રોડ શાખામાં 2000ની નોટ બદલવા માટે આવેલા ગ્રાહકોને 500ની નોટ ના મળતા 2000ની નોટ બેંક ખાતામાં જમા કરાવી પડી હતી. બેંકના કર્મચારીને પૂછવામાં આવ્યું હતું કે, 2000ની નોટના બદલામાં 500ની નોટ તમે આપી શકશો? તો બેંકના કર્મચારીએ કહ્યું હતું કે, અમને જ્યારે 500ની નોટ પ્રોવાઇડ કરવામાં આવશે ત્યારે આપીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post