• Home
  • News
  • ભાજપનો ગઢ સાચવવા મોદી મેદાને:વડોદરામાં વડાપ્રધાને કહ્યું- કોંગ્રેસના રાજમાં છાસવારે તોફાનો થતાં, આપણે એવી લાલ આંખ કરી કે...
post

ભારત ઇકોલોજીમાં પણ મજબૂતી બનાવી રહ્યું છે, ઇકોલોજી અને ઇકોનોમીમાં સંતુલન જાળવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-23 19:12:46

મહેસાણા: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાલ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, વડાપ્રધાને સૌપ્રથમ બપોરે એક વાગ્યે મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકની સંયુક્ત સભા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધી હતી. જ્યાંથી તેઓએ દાહોદમાં સભા સંબોધી હતી. ત્યારબાદ મોદીએ વડોદરામાં સભા સંબોધી હતી. તેઓ વડોદરાથી ભાવનગર જવા રવાના થઈ ગયા છે. હવે તેઓ ભાવનગરમાં સભા સંબોધશે. 

ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે
વડોદરામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાના વિકસિત દેશોની જેમ ગુજરાત પણ વિકસિત હોવું જોઈએ, ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે. માણસના જીવનમાં 25 વર્ષ મહત્વના હોય છે, તેવી જ રીતે ગુજરાતના અને દેશના જીવન માટે આગામી 25 વર્ષ અંત્યત મહત્વના છે. પહેલા ગુજરાતમાં છાસવારે તોફાનો થતાં હતા, અસામાજિક તત્વોની દહેશત હતી, ગાંધીનગરમાં બેઠેલા લોકો તેમને આશ્રય આપતા હતા, તે કોંગ્રેસના જમાનાની રાજનીતિ હતી. ભય અને ઉચાટનું વાતાવરણ હતું, તે વિકાસને રોકતુ હતું, પણ આપણે શરૂઆતમાં જ એવી આંખ લાલ કરી, એવી આંખ લાલ કરી કે....

આપણે 5માં નંબરે પહોંચી ગયા છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે. 300 કરોડ કરતા વધુ મુડીરોકાણવાળી ડઝનો કંપનીઓ આપણા વડોદરામાં છે, ઘણી જગ્યાઓએ એકપણ નથી હોતી. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદને જોડતો હાઇટેક એન્જિયરિંગ કોરીડોર બની જશે. આજે અહીં સાઇકલ બને છે, બાઇક પણ બને છે, રેલવે બને છે અને હવાઈ જહાજ પણ બનાવાના છે. 8 વર્ષ પહેલા ભારત દુનિયામાં 10માં નંબરની અર્થવ્યવસ્થા હતા, આટલા ટૂંકાગાળામાં આપણે 5માં નંબરે પહોંચી ગયા છે.

ઇકોલોજી અને ઇકોનોમીમાં સંતુલન જાળવ્યું
ભારત ઇકોલોજીમાં પણ મજબૂતી બનાવી રહ્યું છે, ઇકોલોજી અને ઇકોનોમીમાં સંતુલન જાળવ્યું છે, ઇકોલોજીમાં દુનિયામાં આપણે 8માં નંબરે પહોંચી ગયા છીએ. સૌરઉર્જામાં વિશ્વમાં ભારત 5માં નંબરે અને દેશમાં ગુજરાત પહેલા નંબરે પહોંચી ગયું છે. આ તો સયાજીરાવની નગરી છે. હું સયાજીરાવે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું. ગુજરાતમાં 20 વર્ષમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓની સંખ્યામાં બે ગણો વધારો કર્યો છે, કોલેજ અને યુનિવર્સિટીઓની સંખ્યા પણ વધારી છે. વડોદરામાં જ ડિગ્રી અને ડિપ્લોમાની 30 કોલેજો બની ગઈ છે, વડોદરામાં જ ગતિ શક્તિ યુનિવર્સિટી બની રહી છે.

ભાજપે આસ્થાના સ્થળો વિકસિત કરવાનું કામ કર્યું
તમારા બધાના વેક્સિન લાગ્યા છે ને? મફતમાં લાગ્યા છે ને? કોરોના કાળમાં આપણે ખૂબ કામ કર્યું છે. ભાજપે આસ્થાના સ્થળો વિકસિત કરવાનું કામ કર્યું છે, આજે સદીઓ બાદ આ અમારું પાવાગઢનું મંદિર પર જૂન મહિનામાં ધ્વજ ફરકાવી છે. પાવાગઢ જવાની સંખ્યા હવે 5થી 6 ઘણી થઈ ગઈ છે, શનિવારે અને રવિવારે દોઢ લાખ ભક્તો દર્શને પહોંચે છે. લારી ગલ્લાવાળાઓને વ્યાજમુક્ત કર્યાં છે. આજે વડોદરા પાસે કંઇક માંગવા આવ્યો છું, હાથ ઉંચા કરીને કહો માંગુ?, આ વખતે આપણે મતદાનના બધા રેકોર્ડ તોડવા છે, તેમાંથી કમળ નીકળવા જોઈએ. બીજું મારું અંગત કામ કરશો? બધા વડીલોને મળો ત્યારે હાથ જોડીને કહેજો, આપણા નરેન્દ્રભાઈ વડોદરા આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે.