• Home
  • News
  • મોદીએ કહ્યું, 22 વર્ષ પહેલા પોખરણમાં કરાયેલું પરમાણુ પરિક્ષણ અભૂતપૂર્વ સિદ્ધિ હતી, આજે વૈજ્ઞાનિકો ટેક્નોલોજિની મદદથી કોરોના સામે લડે છે
post

11 મે 1998ના રોજ, અટલ બિહારી વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન ભારતે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 11:35:44

નવી દિલ્હી: આજે નેશનલ ટેક્નોલોજિ ડે છે. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, પોખરણ ખાતે 1998માં કરવામાં આવેલું પરમાણુ પરીક્ષણ અભૂતપૂર્વ સિદ્ધિ હતી. આજે જ્યારે દેશ કોરોનાવાયરસના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો ટેક્નોલોજિની મદદથી રોગચાળાને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 11 મે 1998ના રોજ, અટલ બિહારી વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન ભારતે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કરાવ્યું હતું.

 

મોદીએ ટ્વીટ કર્યું કે, આજે નેશનલ ટેક્નોલોજી દિવસ નિમિત્તે :
દેશ એ તમામ લોકોને સેલ્યુટ કરે છે જે ટેક્નોલોજિ દ્વારા આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. અમને 1998ની પોખરણની સિદ્ધિ યાદ છે. તે ભારતના ઇતિહાસની યાદગાર ક્ષણ હતી. તે પરિક્ષણે બતાવ્યું કે મજબૂત રાજકીય નેતૃત્વ મોટો તફાવત લાવી શકે છે. "

 

adv

Related News

post
post
post
post
post
post
post