• Home
  • News
  • અમદાવાદના ઘાટલોડિયામાં 9 વાગ્યા પછી નીકળેલા 100થી વધુ ટૂ-વ્હીલર ડિટેઇન
post

ઘાટલોડિયા વિસ્તારમાં રાત્રે કર્ફ્યૂ પછી પણ મોટી સંખ્યામાં વાહનચાલકો નીકળી પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 09:49:31

દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થતાં શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવામાં આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રાત્રે કર્ફ્યૂ પછી પણ મોટી સંખ્યામાં વાહનચાલકો નીકળતાં ઝોન ડીસીપી રવીન્દ્ર પટેલ અને ટીમે લોકોને ઊભા રાખી કર્ફ્યૂમાં નીકળવાનું કારણ પૂછ્યું હતું. યોગ્ય કારણ આપનારને પોલીસે જવા દીધા હતા, જ્યારે અંદાજે 100થી વધુ ટૂ-વ્હીલર ડિટેઈન કર્યાં હતાં.

માસ્ક ન પહેરવા બદલ 4 લાખ લોકોએ 22 કરોડનો દંડ ભર્યો
અમદાવાદમાં 265 દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતા 4 લાખ લોકો પાસેથી પોલીસે રૂ.22 કરોડનો દંડ વસૂલ્યો છે. તેમ છતાં હજુ રોજે રોજ 3500થી4000 લોકો માસ્ક વગરના પકડાઈ રહ્યાં છે. માસ્કના બદલે રૂમાલ બાંધવાની છૂટ હોવા છતાં પણ સાબરમતી વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી પોલીસે રૂ.1 હજારનો દંડ વસૂલ્યો હતો.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોરોનાની મહામારીથી બચવા રાજ્ય સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. ત્યારથી આજદિન સુધીમાં શહેર પોલીસે માસ્ક ન પહેરવા બદલ 4 લાખ લોકોને પકડીને 22 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે જાહેરનામા અને કર્ફ્યૂ ભંગ બદલ આજદિન સુધીમાં 38,796 ગુના નોંધીને 47,827 લોકોની ધરપકડ કરાઇ હતી અને 68,315 વાહનો ડિટેઈન કરીને રૂ.19.48 કરોડ દંડ વસૂલ્યો હતો.

સોમવારે એક જ દિવસમાં શહેર પોલીસે 3979 લોકોને માસ્ક વગરનાને પકડીને રૂ.39.79 લાખ દંડ વસૂલ્યો હતો. બીજી બાજુ રાજ્યમાં 21 અને 22 ડિસેમ્બર દરમિયાન જાહેરનામા ભંગના કુલ 835 ગુના દાખલ કરી માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 24,773 વ્યક્તિઓ પાસેથી 2.46 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post