• Home
  • News
  • જલાલપોરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર સર્જાયો
post

બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 12:05:38

નવસારી: દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં જલાલપોરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે.

પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી
હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે નવસારીમાં પણ 4 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરા ગયા છે.

મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
નવસારી શહેર અને જલાલપોર તાલુકા મોડી રાતથી ધાધમાર વરસાદના આગમન સાથે અવિરત વરસાદ ખાબકતાં નવસારી- વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહચાલકો અને નોકરિયાત લોકોને હાલાકી પડી છે. નવસારી જિલ્લામાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતો વાવણી તરફ જોતરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ

તાલુકો

વરસાદ(મિમિ)

જલાલપોર

112

નવસારી

66

વઘઈ

22

આહવા

15

મહુવા

12

 

 

adv

Related News

post
post
post
post
post
post
post