• Home
  • News
  • ચૂંટણીની જાહેરાત પહેલાં જ ‘મુરતિયા’ જાહેર:AAPના વધુ 9 ઉમેદવારોની જાહેરાત, નિમિષાબેન ખૂંટને ગોંડલ તો રાજુ કરપડા ચોટીલાના ઉમેદવાર
post

ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:18:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ પહેલાં AAP હવે ઉમેદવારો જાહેર કરી રહી છે, જેમાં પ્રથમ યાદી બાદ આજે બપોરે 12.30 વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવશે. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત દિવસે દિવસે થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી રહી છે તેના પર લોકો ભરોસો મૂકી રહ્યાં છે. દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવશે. સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી હતી. વહેલા ઉમેદવાર જાહેર કર્યા એ ભાજપના લોકોએ સારો નિર્ણય ગણાવ્યો છે.પહેલી યાદી જાહેર થયા એ ઉમેદવાર પણ લોકસંપર્ક કરી રહ્યા છે. પહેલી યાદીને સારો આવકાર મળ્યો છે.

AAP અને BTPનું ગઠબંધન છે
વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે. આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે. આજે 10 જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે. ત્યાર બાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. AAP અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી AAP અને કઈ સીટ પર BTP લડશે એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે
ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે. ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકાય. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post