• Home
  • News
  • નૌતમ સ્વામી પ્રવચન આપતી વખતે ઢળી પડ્યા:ખેડાના કઠલાલ ખાતે એક કાર્યક્રમમાં પ્રવચન પૂર્ણ કરી 'જય શ્રી રામ'ના નારા લગાવતાં જ બેભાન થયા, હાલ તબિયત સારી
post

જોકે, આસપાસના લોકોએ ઝીલી લીધા હતા. આ બાદ તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:10:36

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ-સંતો સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન પૂર્ણ કરી 'જય શ્રી રામ'ના નારા લગાવતા હતા, એ દરમિયાન અચાનક જ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. જોકે, આસપાસના લોકોએ ઝીલી લીધા હતા. આ બાદ તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો.

એકાએક સ્ટેજ પરથી ઢળી પડ્યા
કઠલાલ શહેરમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મસેના કઠલાલ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને મધ્યાહન ભાગમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામના નૌતમ સ્વામી પોતાનું પ્રવચન પૂર્ણ કરી રહ્યા હતા અને અંતમાં સૌને જય શ્રી રામના નારા લગાવતા હતા. દરમિયાન એકાએક સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. અચાનક બેભાન થતાં સંતુલન ગુમાવી દીધું હતું. જોકે, તેમને નજીક રહેલા કાર્યકર્તાઓએ ઝીલી લીધા હતા. બાદમાં તુરંત મોરસનો ફાંકો મારી લેતા તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું હતું.


કાર્યક્રમના આગળના દિવસે તેમનો જન્મદિવસ હતો
આ બનાવ સંદર્ભે જિલ્લાના પ્રમુખ રાજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના સાચી છે અને કાર્યક્રમના આગળના દિવસે એટલે કે શનિવારે તેમનો જન્મદિવસ હતો, જેથી કામનું ભારણ હોવાથી આમ થયું હતું. જોકે, હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે. એ સમયે તરત મોરસનો ફાંકો મારી લેવાયા બાદ સ્વસ્થ થઈ ગયા હતા.

700થી વધુ કાર્યકરો જોડાયા હતા
કઠલાલમાં હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મસેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામના નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે નિવાસદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, અનિરુદ્ધગીરી મહારાજ પણ હાજર રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post