• Home
  • News
  • ન્યૂઝીલેન્ડે પોતાના વનડે ઇતિહાસનો સૌથી સફળ રનચેઝ કર્યો, ભારતને 4 વિકેટે હરાવ્યું
post

ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 347 રન કર્યા, ઐયરે મેડન સદી (103) મારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 09:26:01

ન્યૂઝીલેન્ડે હેમિલ્ટન ખાતેની પ્રથમ વનડેમાં ભારતને 5 વિકેટે હરાવ્યું છે. 348 રનનો પીછો કરતા કિવિઝે 48.1ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે અનુભવી બેટ્સમેન રોસ ટેલરે કરિયરની 21મી સેન્ચુરી મારી હતી. તેણે એન્કર ઇનિંગ્સ રમતા 84 બોલમાં અણનમ 109 રન કર્યા. તેના સિવાય હેનરી નિકોલ્સ અને કપ્તાન ટોમ લેથમે ફિફટી મારી હતી. નિકોલ્સે 82 બોલમાં 11 ફોરની મદદથી 78 રન કર્યા હતા. જ્યારે લેથમે 48 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 69 રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી. બીજી વનડે 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.

ન્યૂઝીલેન્ડના વનડેમાં સૌથી સફળ રનચેઝ:

·         348 v/s ભારત, 2020* (ટેલર 109*)

·         347 v/s ઓસ્ટ્રેલિયા, 2007

·         337 v/s ઓસ્ટ્રેલિયા, 2007 (ટેલર 117*)

·         336 v/s ઇંગ્લેન્ડ, 2018 (ટેલર 181*)

વનડેમાં ચોથા ક્રમે સૌથી વધુ સદી:

·         19 - રોસ ટેલર

·         15 - એબી ડિવિલિયર્સ

·         10 - અરવિંદા ડી સિલ્વા

·         9 - મહેલા જયવર્દને

જ્યારે બંને ટીમના નંબર 4 સદી મારી:

·         એબી ડિવિલિયર્સ (107) અને ટી ટૈબુ (107) 2007

·         યુવરાજ સિંહ (150) અને ઓઇન મોર્ગન (102) 2017

·         શ્રેયસ ઐયર (103) અને રોસ ટેલર (109*) 2020

ન્યૂઝીલેન્ડ વતી ભારત સામે સૌથી વધુ સિક્સ:

·         35* રોસ ટેલર

·         34 ક્રિસ ક્રેન્સ

·         33 બ્રેન્ડન મેક્કુલમ

·         31 માર્ટિન ગુપ્ટિલ/ કોલિન મુનરો

ભારતે 348 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતે હેમિલ્ટન ખાતેની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 348 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 347 રન કર્યા છે. મહેમાન ટીમ માટે શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સેન્ચુરી મારી હતી. તેણે 107 બોલમાં 11 ફોર અને 1 સિક્સની મદદથી 103 રન કર્યા હતા. તેના સિવાય લોકેશ રાહુલે ફિનિશરની ભૂમિકા નિભાવતા 64 બોલમાં 88* રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 3 ફોર અને 6 સિક્સ મારી હતી. કિવિઝ માટે ટિમ સાઉથીએ 2 વિકેટ, જ્યારે ગ્રાન્ડહોમ અને સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.

ઐયર 83 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ગ્રાન્ડહોમમે લોન્ગ-ઓફ પર તેનો કેચ છોડ્યો હતો.

કોહલીએ વનડેમાં 58મી ફિફટી મારી

વિરાટ કોહલી 51 રને ઈશ સોઢીની ગુગલીમાં બોલ્ડ થયો હતો. તેણે કરિયરની 58મી ફિફટી મારી હતી અને ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી.

ડેબ્યુમાં અગ્રવાલ અને પૃથ્વી મોટો સ્કોર કરી શક્યા

મયંક અગ્રવાલ ટિમ સાઉથીની બોલિંગમાં પોઇન્ટ પર બ્લેંડલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 6 ફોરની મદદથી 32 રન કર્યા હતા. તે પહેલા પૃથ્વી શો કોલિન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં કીપર લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોરની મદદથી 20 રન કર્યા હતા.

જ્યારે ભારતના બંને ઓપનર્સ એક વનડેમાં ડેબ્યુ કર્યું (પ્રથમ મેચ સિવાય):

·         સુનિલ ગાવસ્કર- સુધીર નાયક vs ઇંગ્લેન્ડ, લીડ્સ 1974

·         પી શર્મા અને દિલીપ વેંગસરકર vs ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ 1976

·         લોકેશ રાહુલ અને કરુણ નાયર vs ઝિમ્બાબ્વે, હરારે 2016

·         મયંક અગ્રવાલ અને પૃથ્વી શો vs ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન 2020

 

 

adv

Related News

post
post
post
post
post
post
post