• Home
  • News
  • અમદાવાદના વસ્ત્રાલમાં દીપડો નહિ, પણ ઝરખ આવ્યું છે, પકડવા માટે 4 પાંજરાં મૂક્યાં છે: વનવિભાગ
post

પંજાનાં નિશાન, સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ વનવિભાગનો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 11:02:55

વસ્ત્રાલ ગામમાં મંદિર પાસે શનિવારે રાત્રે દીપડો આવ્યો હોવાનું ગામવાસીઓએ જણાવ્યું હતું, જેની જાણ વન વિભાગને કરવામાં આવતા કેટલાક લોકોનાં નિવેદન અને સીસીટીવીના આધારે દીપડો હોવાની આંશકાના પગલે સાવચેતી માટે નોટિસ જાહેર કરાઈ હતી, પરંતુ વનવિભાગની ટીમે તપાસ કરતા મ‌ળી આવેલા ફૂટ માર્ક ઝરખનાં હોવાનું બહાર આવ્યું હતું.

વન વિભાગના ડીએફઓ ડો. શકીરાબેગમે જણાવ્યું હતું કે, દીપડા હોવાનાં કોઈ નિશાન મળ્યાં નથી અને તેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. ઝરખ હુમલો કરી શકે છે, જેથી તેને પકડવા વન વિભાગે 4 પાંજરાં મૂક્યાં છે અને ત્રણ ટીમ હાલમાં કામ કરી રહી છે.

ગાંધીનગર બાદ અમદાવાદમાં દીપડો દેખાયાના સમાચાર રવિવાર સવારથી શરૂ થયા હતા. દીપડાના સમાચારથી વસ્ત્રાલના લોકો ભયના કારણે રસ્તા તેમજ કેટલાક વિસ્તારોમાં માર્કેટમાં લોકોની હાજરી નહિવત્ રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post