• Home
  • News
  • TP મંજૂરીની સંખ્યા શતકને પાર:અમદાવાદના ચાંદખેડા સહિત 4 TPની મુખ્યમંત્રીએ મંજૂરી આપી, 2.83 હેક્ટર્સમાં 4,350 આવાસો બનશે
post

​​​​​​​ગુજરાત સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર 3 ડ્રાફટ ટી.પી સ્કીમને મંજૂર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:59:06

અમદાવાદ:: રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ટાઉન પ્લાનીંગ સ્કીમમાં અમદાવાદની 4 પ્રિલીમીનરી સ્કીમ અને અલંગની 3 ડ્રાફટ ટી.પી સ્કીમનો સમાવેશ થાય છે. આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અલંગમાં 18,900 અને અમદાવાદમાં 4,350 આવાસોનું નિર્માણ થઈ શકશે.

21.14 હેક્ટર્સ જમીન 18,900 આવાસો માટે ફાળવાશે
​​​​​​​
ગુજરાત સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર 3 ડ્રાફટ ટી.પી સ્કીમને મંજૂર કરી છે.જેમાં ટી.પી સ્કીમ નં.1 ત્રાપજ, નં.2 મહાદેવપર-કઠવા અને સ્કીમ નં.3 અલંગ-મણાર-કઠવાની સ્કીમ સમાવિષ્ટ છે. મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે અને આંતરમાળખાકીય સુવિધા વધવાથી નાગરિકોની જીવનસ્તરમાં વૃદ્ધિ થશે. આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ 21.14 હેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના(EWS) લોકો માટે ફાળવવામાં આવશે.કુલ 18900 EWS આવાસનું અહીં નિર્માણ થઇ શકશે.​​​​​​​

અમદાવાદની 4 ટી.પીને મંજૂરી
અમદાવાદ મહાનગરપાલિકાની જે 4 પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરવામાં આવી છે. તેમાં ટી.પી સ્કીમ નં.74 (ચાંદખેડા-ઝૂંડાલ), ટી.પી સ્કીમ નં.123/એ (નરોડા), ટી.પી સ્કીમ નં.90 (વિંઝોલ-2) તથા ટી.પી સ્કીમ નં.96/એ (હાંસોલ-અસારવા)નો સમાવેશ થાય છે. આ ચાર ટી.પી સ્કીમ દ્વારા 2.83 હેક્ટર્સ જમીન વિસ્તારમાં કુલ 4,350 (EWS) આવાસો બનશે.

મુખ્યમંત્રીએ 100થી વધુ T.P. મંજૂર કરી
અલંગ અને અમદાવાદની આ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન તથા ખુલ્લી જગ્યા માટે 29.31 હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધાઓ માટે કુલ 25.56 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે.આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે કુલ 65.68 હેક્ટર્સ જમીન આ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને ઝડપી બનાવી લોકોને વધુ સુવિધાઓ મળી રહે તે હેતુથી અત્યાર સુધીમાં 100 જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.બીજા કાર્યકાળમાં મુખ્યમંત્રીએ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post