• Home
  • News
  • વિપક્ષની એકતાને લાગ્યો ઝટકો, Rahul Gandhi ની 'બ્રેકફાસ્ટ મીટિંગ' દરમિયાન ગેરહાજર રહી આ બે પાર્ટી
post

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની બ્રેકફાસ્ટ મીટિંગમાં 14 વિપક્ષી દળના નેતા સામેલ થયા છે, જ્યારે આમ આદમી પાર્ટી અને બસપા બેઠકથી દૂર રહ્યાં હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-03 12:21:36

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર  (Monsoon Session) માં સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવની સ્થિતિ છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષની એકતાને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ મંગળવારે વિપક્ષી પાર્ટીઓને નાસ્તા પર બોલાવી હતી અને તેમના 'બ્રેકફાસ્ટ પોલિટિક્સ'માં 14 વિપક્ષી દળના નેતા સામેલ થયા હતા. 

બેઠકમાં સામેલ થયા આ પાર્ટીઓના નેતા
દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં રાહુલ ગાંધીની બેઠકમાં કોંગ્રેસ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ (RJD), શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), સીપીએમ, આઈયૂએમએલ, આરએસપી, કેસીએમ, નેશનલ કોન્ફરન્સ, ઝારખંડ મુક્તિ મોર્ચા અને ડીએમકેના નેતા સામેલ થયા હતા. 

આ બે પાર્ટીઓ રહી દૂર
રાહુલ ગાંધીની બ્રેકફાસ્ટ મીટિંગમાં કોંગ્રેસ સહિત 14 પાર્ટીના નેતાઓ સામેલ થયા, પરંતુ આ બેઠકમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી દૂર રહી હતી. રાહુલ ગાંધીની બેઠકમાં આપ અને બસપા સામેલ થયા નથી. 

બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને એક થવાની અપીલ કરતા કહ્યુ- આપણે આ અવાજ (લોકોના અવાજ) ને એક કરવો પડશે, આ અવાજ જેટલો એક થશે એટલો મજબૂત થશે. એટલે ભાજપ અને આરએસએસ માટે આ અવાજને દબાવવો એટલો મુશ્કેલ થશે. 

હકીકતમાં સંસદમાં મોદી સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post