• Home
  • News
  • Parliament Monsoon Session 2021: સંસદ પહોંચ્યા PM Modi, કહ્યું- 'રસી બાહુ પર લાગે છે, ત્યારબાદ તમે બાહુબલી બનો છો'
post

સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 11:13:56

Parliament Monsoon Session 2021 Updates: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક 11 વાગે એક જ સમયે શરૂ થઈ. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન અનેક બિલ પાસ કરાવવાના એજન્ડા સાથે સદનમાં આવશે જ્યારે વિપક્ષ પણ કોવિડ-19ની બીજી લહેરને પહોંચી વળવામાં સરકારની કામગીરી, પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો અને ખેડૂત આંદોલનના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. 

સંસદની કાર્યવાહી શરૂ
રાજ્યસભા અને લોકસભા એમ બંને ગૃહોમાં કાર્યવાહી 11 વાગ્યાના ટકોરે શરૂ થઈ ગઈ.

PM Modi સંસદ ભવન પહોંચ્યા
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો. અત્યાર સુધીમાં 40 કરોડ લોકો કોરોનામાં બાહુબલી બની ચૂક્યા છે. આ મહામારીએ સમગ્ર માનવ જાતિને ઝપેટમાં લીધી છે. આપણે ઈચ્છીએ છીએ કે આ સત્રમાં સાર્થક ચર્ચા થાય. જેથી કરીને મહામારી સામેની લડતમાં નવાપણું આવી શકે. મેં તમામ ફ્લોર લીડર્સને આગ્રહ કર્યો છે. અમે સદનમાં પણ ચર્ચા ઈચ્છીએ છીએ અને બહાર પણ. હું ઈચ્છું છું કે વિપક્ષના નેતાઓ આકરામાં આકરો સવાલ પૂછે. 

સંસદમાં Pegasus હેકિંગનો મુદ્દો પણ ઉઠશે
સંસદમાં પેગાસુસ હેકિંગનો મુદ્દો પણ ગૂંજશે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરાયો છે કે આ સોફ્ટવેરના ઉપયોગથી પત્રકારો અને એક્ટિવિસ્ટ્સના ફોન હેક કરાયા હતા. જેના ખુલાસા બાદથી રાજકીય ગરમાવો છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં આ વિષય પર ચર્ચાની માગણી કરાઈ છે અને સ્થગન પ્રસ્તાવ અપાયો છે. 

રજુ થઈ શકે છે 17 બિલ
સરકારે આ સત્ર દરમિયાન 17 નવા બિલને રજુ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. જેમાંથી 3 બિલ હાલમાં બહાર પાડેલા વટહુકમના સ્થાન પર લાવવામાં આવશે. જેમાંથી એક વટહુકમ 30 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા રક્ષા સેવાઓમાં સામેલ કોઈના પણ વિરોધ પ્રદર્શન કે હડતાળમાં સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે. જરૂરી રક્ષા સેવા અધ્યાદેશ 2021 આયુધ ફેક્ટરી બોર્ડ (OFB)ના પ્રમુખ સંધો દ્વારા જુલાઈના અંતમાં અનિશ્ચિતકાળ હડતાળ પર જવાની ચેતવણીની પૃષ્ઠભૂમિમાં લાવવામાં આવ્યો છે. સંબંધિત સંઘ OFB ના નિગમીકરણના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. 

લોકસભા દ્વારા 12 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ અધ્યાદેશનું સ્થાન લેવા માટે જરૂરી રક્ષા સેવા વિધેયક 2021ને સૂચિબદ્ધ કરાયું છે. જ્યારે રાજધાની ક્ષેત્ર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ-2021 અન્ય વિધેયક છે જે વટહુકમની જગ્યાએ લાવવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post