• Home
  • News
  • કોરોના વાયરસમાં સૌથી પહેલા લોકોની મદદ કરનારા પઠાણ બંધુઓએ કરી મોટી જાહેરાત
post

ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પોતે ગરીબ લોકોની મદદ માટે 10 હજાર કિલો ચોખા દાન કરવાની જાણકારી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:25:40

વડોદરા પસાર થતા દિવસોની સાથે જ ભારતમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. દેશના આ મુશ્કેલ સમય માટે ખાલાડીઓ આગળ આવીને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. મદદ કરનારાઓમાં ટીમ ઇન્ડિયા માટે રમી ચૂકેલા પાઠાણ બંધુઓ ખુબ જ આગળ છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડીઓએ ભૂખ્યા લોકોને જમાડવા માટે 10 હજાર કિલો ચોખા દાન કર્યા છે.


ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પોતે ગરીબ લોકોની મદદ માટે 10 હજાર કિલો ચોખા દાન કરવાની જાણકારી આપી છે. આ સાથે જ બંન્ને ભાઇઓએ 700 કિલો બટાકા પણ દાન કર્યા છે. માત્ર આટલું જ નહી પઠાણ બંધુઓએ સૌથી પહેલા કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઇમાં ચાર હજાર માસ્ક પણ વિતરણ કર્યા હતાં.


પઠાણ ભાઇઓએ કહ્યું,”અમે સરકારની દરેક રીતે સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ. આ ખુબ જ મુશ્કેલ સમય છે અને અમે તમામ ભારતીયોને ઘરે રહેવા માટે અપીલ કરીએ છીએ. ઘરની અંદર રહીને જ પોતાનું અને પોતાના પરિવારની તબીયતની સંભાળ રાખી શકાય છે.

સૌરવ ગાંગૂલી પણ ચોખાનું દાન કરી રહ્યા છે.

બીસીસીઆઇ અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ પણ 50 લાખ રૂપિયાના ચોખા વહેંચવાની જાહેરાત કરી છે. સૌરવ ગાંગૂલી એક સંસ્થા દ્વારા તેવા લોકોને જમાડવાનો પ્રબંધ કરી રહ્યા છે જેમને લોકડાઉનના કારણે પોતાના કામ છોડીને રાજ્યમાં પરત ફરવું પડી રહ્યું છે.

આ સિવાય ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઇમાં ત્રણ કરોડ રૂપિયા દાન કર્યા છે. રોહિત શર્મા 80 લાખ રૂપિયા સચિન તેંદુલકર 50 લાખ રૂપિયાની મદદ કરી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post