• Home
  • News
  • ભાજપની બેઠકમાં પાટીલનું જોવા મળ્યું આક્રમક રૂપ, 5 લાખથી ઓછી લીડ આવશે તો ચલાવી લેવાશે નહીં
post

લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કાર્યાલયમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. તેમજ લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખે બેઠકમાં કાર્યકરોને મહત્વપૂર્ણ ટકોર કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 18:32:07

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોમાં ઉમેદવારોને લઈને થઈ રહેલા ગણગણાટને શાંત પાડવા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્પષ્ટપણે કહ્યું હતુ કે ટિકિટ તો કોઈ એક ને જ મળે, બધાને મળે તે શક્ય નથી. આ ઉપરાંત ભાજપના દિલ્હી દરબારમાં નક્કી થયેલા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની જીતના લક્ષ્યાંક અંગે પાટિલે દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં એક એક લાખની લીડ મેળવવા કહ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળેલી બેઠકમાં સી આર પાટીલે કહ્યું કે કોઈ તકલીફ હોય તો અત્યારથી કહી દેજો, જેથી તેનુ નિરાકરણ કરી શકાય, બાકી પાંચ લાખથી ઓછી લીડ સ્વીકાર્ય નથી

લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરોને મહત્વપૂર્ણ ટકોર કરતા કહ્યું કે, ચૂંટણીમાં ટિકિટ કોઈ એક ને જ આપી શકાય. સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. પ્રયાસ પ્રમાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જતેમજ તેમણે જણાવ્યુ છે કે કોઈપણ તકલીફ હોય તો તરત જ મને જાણ કરોનુકશાન થઈ ગયા બાદ કારણો જાણવામાં કોઈ રસ નથી.

આ સાથે જ સી આર પાટીલે બેઠકમાં જણાવ્યું કે, 5 લાખની લીડમાં મુશ્કેલી હોય તો મને કહો. તેમજ દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં 1 લાખની લીડ લાવે તેવી અપીલ કરી હતી. પોણા પાંચ લાખની લીડ આવશે તો કોઈ બહાનું નહીં ચલાવામાં આવે. તેમજ જણાવ્યુ છે કે નકલી મતદારને મતદાન કરતા રોકવામાં આવે 3 દિવસમાં લાભાર્થી અને પેજ કમિટી સભ્યો પૂર્ણ સંપર્ક કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post