• Home
  • News
  • રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી
post

ગુજરાત સરકારની આવકમાં 26,000 કરોડ સુધીનો ઘટાડો થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 10:30:58

અમદાવાદ: રાજ્યના નાગરિકો પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. આજથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલમાં 10થી 12 રૂપિયા વધુ છે. જ્યારે ગુજરાતનો ભાવ સૌથી ઓછો છે. રાજ્ય સરકારે આજ રાતથી પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કર્મચારીઓને દર છ મહિને જે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે 1 જાન્યુઆરી, 2020થી 1 જુલાઈ, 2021 સુધી ફ્રીઝ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેના પરિણામે રૂા. 3400 કરોડની બચત થશે. નવા વાહનો, નવું ફર્નિચર, કોમ્પ્યુટર વગરે સાધનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નીતિન પટેલે કહ્યું કે ઘટતી આવકો સામે ખર્ચને પહોંચી વળવા માટે અગાઉ જ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 31 માર્ચ 2021 સુધી 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આવક ઘટી-ખર્ચા યથાવત હોવાથી ના છૂટકે ભાવ વધારો કરવો પડ્યો છેઃ નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતે અગાઉ બે વખત પેટ્રોલના ભાવમાં 7 ટકાનો ઘટાડો કર્યો હતો. ટકાવારી પ્રમાણે આજે પણ ભારતના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલનો ભાવ સૌથી ઓછો છે. સરકારની આવક ઘટી છે અને ખર્ચા યથાવત છેત્યારે ના છૂટકે આ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ ડીઝલની આવકમાંથી અંદાજે રૂા.1500 થી 1800 કરોડની આવક વધવાનો અંદાજ 
નીતિન પટેલે ઉમેર્યુ કે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂા. 71.88 છે. જેમાં રૂા.2/-નો વધારો થતા તે રૂા.73.37 થશે. એમ છતાં અન્ય રાજ્યોના ભાવો જોઇએ તો મધ્યપ્રદેશમાં રૂા.83.83, મહારાષ્ટ્રમાં રૂા. 83.86 અને રાજસ્થાનમાં રૂા.83.14 છે. આપણા કરતાં અન્ય રાજ્યોના ભાવો 10 થી 12 રૂપિયા જેટલા વધુ છે એટલે આ નિર્ણય કરાયો છે. એ જ રીતે ડીઝલના ભાવ પણ રાજ્યમાં હાલ રૂા.70.12 છે જેમાં પણ રૂા. 2/-નો વધારો થતાં રૂા. 72.12 થશે. જો વેચાણ રાબેતા મુજબ જળવાય રહે તો પેટ્રોલ ડીઝલની આવકમાંથી અંદાજે રૂા.1500 થી 1800 કરોડની આવક વધવાનો અંદાજ છે. 

વેટની આવક રૂ, 7,૦૦૦ થી 8,5૦૦ કરોડ ઘટી શકે
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને વેટથી વાર્ષિક રૂ. 23,230 કરોડની આવકનો અંદાજ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીની પરિસ્થિતિમાં વેટની આવક આશરે 30 % થી 35% (રૂ. 7,૦૦૦ થી 8,5૦૦ કરોડ) ઘટવાનું અનુમાન છે. 

ગુજરાત સરકારની આવકમાં રૂ.10,000 કરોડ સુધીનો ઘટાડો થવાનો અંદાજ
જ્યારે રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકા કાપ મુક્યો છે તેનો આગામી એક વર્ષ સુધી અમલ કરવામાં આવશે. તેમજ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારાનો નિર્ણય પણ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લોન મુદતમાં વધારો કર્યો છે. કોર ગ્રુપની ભલામણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખર્ચ ઘટાડીને આવક વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારની આવકમાં રૂ.10,000 કરોડ સુધીનો ઘટાડો થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post